• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પોલીસ પ્રજાનો મિત્ર ” સુત્ર સાર્થક કરતી ગીર ગઢડા પોલીસ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક શ્રીમનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ વેરાવળ વિભાગ – વેરાવળ તથા ઇ/ચા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.બી.બાંભણીયા વેરાવળ વિભાગ – વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્કલ પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.ચૌધરી તાલાલા નાઓના માર્ગદર્શન નીચે પોલીસ સબ ઇન્સ. શ્રી જે.આર.ડાંગર તથા ગીર ગઢડા પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા અવાર નવાર “ પોલીસ પ્રજાનો મિત્ર “ સુત્ર સાર્થક કરવા પ્રયત્નો કરવામાં આવે છે.

તા.૨૭/૦૮/૨૦૨૨ ના રોજ કોદીયા ગામના શ્રી રામભાઇ મકવાણા તથા ગ્રામજનો દ્વારા પોતાના ગામે એક અસ્થિર મગજના ભાઇ ભુલથી આવી ગયેલ હોય જેની જાણ ગીર ગઢડા પો.સ્ટે.માં કરતા તુર્તજ ગીર ગઢડા પો.સ્ટે.ની પોલીસ દવારા તેની પુછપરછ કરતા આ ભાઇ અસ્થીરતા અનુભવતા હોય જેથી પોલીસ દ્વારા તેઓને સાંત્વના અને હૈયાધારણા આપતા અને સતત રખડપટ્ટીથી શારીરિક સંતુલન ગુમાવેલ હોય તાત્કાલીક તમામ પ્રાથમીક સુવીધા આપતા આ ભાઇ શારીરિક સ્થિરતા અનુભવતા આખરે પોતાનુ નામ ભુરાભાઇ ખાંટ અને પોતાનુ ગામ નાની ડેમાઇ હિંમતનગર પાસે આવેલ હોવાનુ જણાવતા હોય જેથી અગાઉ ગીર સોમનાથ જીલ્લામાં પોલીસમાં ફરજ બજાવી ગયેલા હાલ નિવૃત પોલીસ શ્રી નરેન્દ્રસિંહ રહેવર નાઓનો જે હાલ હિંમતનગર ખાતે રહેતા હોય સંપર્ક કરતા આ ભાઇ પોતાના વતનના એકાદ કિલોમીટરની પાસે રહેતા હોય તેઓ દ્વારા તુર્તજ તેઓના વાલી વારસોનો રૂબરૂ સંપર્ક કરતા તેઓના વાલી વારસમાં ભુરાભાઇના દિકરા પુનમજીનો સંપર્ક થતા અને વિડીયો કોલીંગ દ્વારા આ ભાઇનો પરીચય કરાવતા આ ભાઇ પોતાના પિતાજી ભુરાભાઇ ઉર્ફે અમરતજી ખાંટ હોવાન અને છેલ્લા ત્રણેક માસથી માનસિક અસ્થિરતા ના કારણે ઘરેથી નિકળી ગયેલ હોય અને હિંમતનગર રૂરલ પો.સ્ટે.માં પણ જાણ કરેલ હોય અને ઘણી શોધખોળ કરવા છતા મળી આવેલા ન હોય તેવુ જણાવતા અને મળી આવેલ ભુરાભાઇ પણ પોતાના દિકરાનો ફોટો જોતા ઓળખી બતાવેલ હોય તુર્તજ તેમના દિકરાને ગીર ગઢડા પો.સ્ટે. ખાતે હાલ ભુરાભાઇ હોવાનું અને રાત્રે તેઓને કોઇ પણ પ્રકારની અગવડતા ન હોય અને તેઓનો કબ્જો મેળવવા જણાવતા આજ રોજ તેઓના દિકરા પુનમજી અમરતજી ખાંટ રહે નાની ડેમાઇ વાળા તથા તેના સગાવહાલાઓ આવતા એકબીજાને મળતા ભાવવિભોર થઇ ગયેલા અને ભૂરાભાઇને નવજીવન મળતા બધાએ ગીર ગઢડા

પો.સ્ટે.ના પોલીસનો ખુબ ખુબ આભાર માનેલ આમ એક અસ્થિર મગજના ભાઇ છેલ્લા ત્રણેક મહિનાથી પોતાના કુટુંબથી સેંકડો કિલોમીટર ભુલો પડી ગયેલ હોય તેનુ તેના પરિવાર સાથે સુખદ મિલન ગીર ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા કરાવવામાં આવેલ હોય પોલીસ પ્રજાનો મિત્ર” હોવાનું ફરી, ગીર સોમનાથ જીલ્લાના પોલીસ દ્વારા સુત્ર સાર્થક કરવા માં આવ્યું હતું

 

Related posts

*ભાજપે જામનગરમાં 21 વર્ષની મનીષા બાબરીયાને ચૂંટણીના જંગમાં ઉતારી*

Hello Morbi

*મોરબી: નાની બજારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઈસમ ને ઝડપી પાડતી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI:માળીયા (મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેલોપ્સ હોટલ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી*

editor

Leave a Comment