• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરે દર ગુરૂવારે ભરાતો જલીયાણ મેળો*

સમગ્ર ઉતર ગુજરાતના પ્રખ્યાત તીર્થધામ,સેવાધામ,દર્શનધામ એવા ડીસા જલારામ મંદિરે દર ગુરૂવારે અભૂતપૂર્વ જલીયાણ મેળો ભરાય છે.ગત ગુરૂવારે સમસ્ત જૈન સમાજ,સમસ્ત લોધા સમાજ,આર્ટ ઓફ લિવિંગ પરિવાર,ટેક્ષી એસોસિએશન,રીક્ષા એસોસિએશન,કરૂણા ભકિત પરિવાર,માર્કેટ યાર્ડ ગુમાસ્તા મંડળ તેમજ મજૂર મંડળના આગેવાનો દર્શનાર્થે પધારતાં તેમનું જલારામ દર્શન ગ્રંથ તેમજ ફૂલછડીથી દબદબાભેર સન્માન કરાયું હતું.

આ અવસરે સર્વ રસિકભાઈ ચાંપાનેરી,નીતાબેન જોષી,રાજુભાઈ ઠકકર,અશોકભાઈ સોની,ભરતભાઈ ઠકકર,બાબુભાઈ જોષી,ભરતભાઈ વારિયા,સુરેશભાઈ કોઠારી,લલીતભાઈ દોશી,બાબુભાઈ લોધા,કાંતિભાઈ લોધા,ભરતભાઈ જોષી,ભરતભાઈ નાડોદા,જોગાજી ઠાકોર,ભૂપતસિંહ ઠાકોર સહિતના અનેક આગેવાનોને સન્માનિત કરાતાં તેમણે જલારામ મંદિરના સેવા કાર્યમાં હરહંમેશાં સહકાર આપવાની ખાત્રી આપી હતી.

આ અવસરે જલારામ ભકતો સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,આનંદભાઈ પી.ઠકકર,દિનેશભાઈ કવિરાજ,મહેશભાઈ મનવર,ઈશ્ર્વરભાઈ રાવળ,ચંદુભાઈ એટીડી,મનુભાઈ પૂજારા,દયારામભાઈ આર.ઠકકર,કાંતિભાઈ માળી સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી સૌને સન્માનિત કર્યા હતા.સૌએ મહાઆરતીનો લાભ લઈ બાપાનો ખીચડી-કઢીનો પ્રસાદ આરોગ્યો હતો.

ડીસા જલારામ મંદિરની સેવા તેમજ માનવતાના અભિગમને લીધે સૌએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*HELLO MORBI NEWS:માધાપર-કચ્છના શિક્ષણરતન સમાન તેજસ્વી યુવતી ડો. પીનલ રાજાણીને હાર્વર્ડ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન*

editor

*અક્ષર ડેકોર દ્વારા આયોજીત પ્રથમ એવોર્ડ શો અને ગરબા નાઈટ શરદ પૂર્ણિમા નિમિતે ક્રિષ્ના પાર્ટી પ્લોટ માં યોજવામાં આવ્યો હતો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવન પર્વ નિમિતે ૫૦૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાશે*

editor

Leave a Comment