• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ક્રાઈમ બ્રાન્ચ નો સપાટો અણીયારી ટોલનાકા પાસે ૨૨,૪૬ નો દારૂનો જથ્થો તેમજ ટ્રક સહિત ૩૩,૬૬ લાખનો મુદ્દામાલ ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબી તા ૧૫: મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે માળીયા હાઇવે ઉપર અણીયારી ટોલ નાકા નજીક વોચ ગોઠવી રૂ.૨૧.૪૬ લાખના વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે કુલ ૩૩.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીને ઝડપી પાડી દારૂ મંગાવનારા તેમજ મોકલનારા સુધી તપાસ લંબાવી છે.

 

મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળેલી બાતમીને આધારે માળીયા હાઇવે ઉપર ખાખરેચી ગામ નજીક અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી જીજે – 06 – વીવી – 8699 નંબર ટ્રકમાં વાસ એટલે કે બાંમ્બુની આડમાં લઈ જવાતો દારૂ, બિયરનો વિશાળ જથ્થો ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. એલસીબી ટીમે દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક સોનારામ દુદારામ કડવાસરા, રહે. આગોરગામ, તા.ચોહટન, જિલ્લો બાડમેર, રાજસ્થાન વાળાને ઝડપી લેતા દારૂનો આ જથ્થો ટ્રક માલિક અરવિંદજી જાટ, રહે.જોધપુર રાજસ્થાન વાળાએ મોકલ્યો હોવાનું અને બાડમેર રાજસ્થાનના શ્રવણરામ મઘારામ જાટે આ દારૂનો જથ્થો ભરાવી આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે દારૂ – બીયરનો આ જથ્થો મંગાવનારા તપાસમાં ખુલે તે તમામ લોકો વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

એલસીબી ટીમે કરેલી આ કાર્યવાહીમાં ટ્રકમાંથી વાસની આડમાં ચોરખાનું બનાવી લઈ જવાતો દારૂ બિયરનો કુલ 21.46 લાખની કિંમતનો જથ્થો ઝડપી લીધો હતો જેમા કિંગ્સ ગોલ્ડ વ્હિસ્કીની બોટલ નંગ 1164 કિંમત રૂપિયા 3.49 લાખ, મેકડોવેલ નંબર વનની 2328 બોટલ કિંમત રૂપિયા 6.98 લાખ, રોયલ ચેલેન્જ વ્હિસ્કીની 1560 બોટલ કિંમત રૂપિયા 8.11 લાખ, ગીન્સબર્ગ બિયર ટીન 2880 કિંમત રૂપિયા 2.88 લાખનો સમાવેશ થાય છે.

 

આ ઉપરાંત પોલિસે ગુન્હાના કામમાં ઉપયોગમાં લેવાયેલ ટ્રક કિંમત રૂપિયા ૧૨ લાખ, મોબાઈલ ફોન રૂપિયા ૫૦૦૦ તેમજ રૂપિયા રોકડા રૂપિયા ૧૪,૬૪૦ કબ્જે કરી ટ્રક ચાલક સોનારામ દુદારામ કડવાસરાની અટકાયત કરી અન્ય આરોપીઓને ફરાર દર્શાવી માળીયા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો છે.

Related posts

*રઘુવંશી કોવિડ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 4 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લાના નેશનલ હાઈવે ને લગતા પ્રશ્નો માટે દિલ્હી કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરતા સાંસદો*

editor

*શાંતિધામ ડીસા ખાતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે શરૂ કરવામાં આવેલ સરકારી દવાખાનું*

Hello Morbi

Leave a Comment