• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના પીઠડ ગામ ની તાલુકા શાળાના શિક્ષકો વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા સન્માન સમારંભ યોજાયો*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………….આજરોજ જોડિયા તાલુકાની પીઠડ તાલુકા શાળા ખાતે વાઘેલા બાબુભાઈ ગોવિંદભાઈ તથા પ્રજાપતિ બાબુભાઈ ડાહ્યાભાઈનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો…………………………જે અંતર્ગત શાળા પરિવાર દ્વારા બંને શિક્ષકોને માનભેર વિદાય આપવામાં આવી. આ કાર્યક્રમમાં જોડિયા શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઈ પનારા, મહામંત્રી ગેલાભાઈ જારીયા, જોડીયા તાલુકાના બી.આર.સી. જામીભાઈ, સી.આર.સી.અજયભાઈ વીરડા, જમીન અને વિકાસ બેંકના પ્રમુખ દિલુભા જાડેજા,, તાલુકા શાળાના તમામ શિક્ષકો, પીઠડ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, પંચાયત બોડીના સભ્યો, એસએમસીના સભ્યો અને ગ્રામજનોએ હાજરી આપી આ કાર્યક્રમને ઉત્સાહવર્ધક અને પ્રેરણાદાયી બનાવ્યો હતો. શાળા પરિવાર દ્વારા બંને શિક્ષકોને શ્રીફળ, અગિયાર રૂપિયા, સાલ, મોમેન્ટો અને સુંદર ભેટ આપી વિદાય આપવામાં આવી. પધારેલ મહેમાનો, પેટા શાળાના શિક્ષકગણ, એમના પૂર્વ સહકર્મચારી મિત્રો, પરિવારજનો તથા પીઠડ ગ્રામજનો દ્વારા બંને શિક્ષકોને સાલ અને ભેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પધારેલ મહેમાનો અને શાળાના વડીલ શિક્ષક એવા શ્રી જયંતીભાઈ વાદી દ્વારા પ્રસંગિક પ્રવચન કરવામાં આવ્યું. મહેમાનો,શાળા પરિવાર અને બાળકો દ્વારા બંને શિક્ષકોનું શેષ જીવન લોક સેવાના કાર્યોમાં વ્યતિત થાય અને ઈશ્વર એમને લાંબુ અને નિરોગી આયુષ્ય પ્રદાન કરે એવી શુભકામના પાઠવવામાં આવે. શાળાના બાળકોએ વિદાય ગીત અને પોતાના પ્રતિભાવ દ્વારા એમના માનીતા શિક્ષકોને વિદાય આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ સંચાલન રાકેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવા જીનેશભાઈ વખારીયા, રમેશભાઈ પટેલ, વિપુલભાઈ પંચાલ તથા ઋજુતાબેન વામજાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને અંતે વિદાય લઈ રહેલા શિક્ષકો દ્વારા બધાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો……….

 

Related posts

*મોરબી નગર પાલિકાનું રૂ.751 કરોડનું વિકાસ લક્ષીબજેટ મંજુર* *મોરબીના સુવ્યવસ્થિત વિકાસ માટે 100 લાખના ખર્ચે ડેવલોપમેન્ટ પ્લાન બનશે* *900 લાખના ખર્ચે આંતરિક રસ્તા વિકસાવાશે**

Hello Morbi

*HELLO MORBI:વિશ્ર્વ ગુજરાતી સમાજ દ્રારા શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાનું કરવામાં આવેલ સન્માન*

editor

*શ્રી રામ જન્મભૂમિ તીર્થયાત્રા ક્ષેત્રે 11111 નિધિ અર્પણ કરાઈ જામનગરના હડીયાણા ખાતે*

Hello Morbi

Leave a Comment