• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદીર ના અગ્રણીઓ ૧૫ બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ સહીત કુલ ૭૮ દીવંગતો ના અસ્થિઓનુ ગ્રહણ પહેલા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા રવાના*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવા મા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓ નુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન કરવા મા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનો ના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓ નુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવા મા આવે છે.

હીન્દુ ધર્મ ની પરંપરા મુજબ દીવંગતો ના આત્મા ની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓ નુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે દીવાળી ના પર્વ પર સુર્યગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.૨૦-૧૦-૨૦૨૨ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા ૧૫ બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ સહીત કુલ ૭૮ દીવંગતો ના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે. તા.૧૯-૧૦-૨૦૨૨ ના રોજ મોરબી ના તમામ સ્મશાને થી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવા મા આવ્યા હતા. જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થા ના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થયા.

આ ભગીરથ કાર્ય મા સંસ્થા ના ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, ચિરાગભાઈ રાચ્છ, હરકાંતભાઈ વ્યાસ, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ, નિર્મિતભાઈ કક્કડ, નરસીભાઈ રાઠોડ, ભાવીનભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓ જોડાયા હતા.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*સરદાર બાગ સામે સવારે યોજાતી શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા અંગે વિદ્યાર્થીઓ દ્વારા મોરબી નગરપાલીકા મા રજુઆત.*

Hello Morbi

*HELLO MORBI:મોરબી ના માટેલધામ ધામ મંદિરે મોરબી જિલ્લા ના ધારાસભ્યશ્રી ઓ દ્વારા ધ્વજા રોહ‌ણ, અને મહા પ્રસાદ નું આયોજન કરાયું હતુ*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં આગામી ૦૫ મે ના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે*

editor

Leave a Comment