• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હળવદ: દિવાળી ફટાકડા સ્ટોલ બાબતે થયેલ ફાયરિંગમાં ત્રણ આરોપીને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબી :તા ૧ હળવદમા દિવાળી પૂર્વે ફટાકડાના સ્ટોલ બાબતે સરા ચોકડી નજીક સરાજાહેર ફાયરિંગ કરનાર નામચીન શખ્સ સહિત ત્રણ આરોપીઓને બાતમીને આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેજામનગર જિલ્લાના જાંબુડા ગામેથી ઝડપી લઈ હળવદ પોલીસને સોંપી આપવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ ગત તા.૯ ઓક્ટોબરના રોજ હળવદની સરા ચોકડી નજીક આવેલ સિનિયર સીટીઝન પાર્ક પાસે ફટાકડાના સ્ટોલ બાબતે ઝઘડો કરી સરાજાહેર ફાયરિંગ કરવાના બનાવમા સાત શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. બનાવ બાદ નામચીન શખ્સ સહિત પાંચ આરોપીઓ નાસતા ફરતા હોય આ પ્રકરણમાં મોરબી એલસીબી ની ટીમને બાતમી મળી હતી કે મુખ્ય આરોપી સહિતના ત્રણ શખ્સ હાલ જામનગરના જાંબુડા ખાતે

જેને પગલે મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે જાંબુડા ગામેથી આરોપી પંકજ ચમનભાઈ ગોઠી, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ચમનભાઈ ગોઠી અને મેહુલ ઉર્ફે મેરિયો ઉર્ફે મેરિયો પ્રેમજીભાઈ કણઝરીયાને હથિયાર સહિત ઝડપી લીધા હતા.

 

આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ કે.જે.ચૌહાણ, પીએસઆઇ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એએસઆઈ રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, કોન્સ્ટેબલ વિક્રમભાઈ કુગશિયા અને દશરથસિંહ પરમાર સહિતના સ્ટાફે કરી હતી.

Related posts

*HELLO MORBI:નેશનલ હાઈવે ઉપર જાહેરમા ફટાકડા ફોડી બર્થ-ડે સેલીબ્રેશનકરતા ઈસમોને પકડી પાડી કાયદાનુ ભાન કરાવતીવાંકાનેર સીટી પોલીસ*

editor

*મોરબીમાં ઓફિસમાંથી 35 બોટલ દારૂ ઝડપાયો સીટી એ-ડિવિઝન સ્ટાફે વાવડી રોડ ઉપર દરોડો પાડયો*

Hello Morbi

*મોરબી જલારામ મંદીર દ્વારા કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ નુ ગ્રહણ પહેલા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે*

Hello Morbi

Leave a Comment