• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ ના ચરાડવા ગામે જુગાર રમતા સાત જુગારી: ૬૮૮૦૦!ના મુદ્દામાલ સાથે પાંચ ની અટકાયત બે પોલીસ પકડ થી દુર*

હળવદ તા ૧૯ : હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા પાંચ જુગારીઓ રંગે હાથ ઝડપાઇ ગયા હતા જ્યારે બે જુગારી નાસી છૂટયા હતા. દરોડા દરમિયાન પોલીસે 68,600નો મુદ્દામાલ કબ્જે કરી સાત જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસ ટીમે દરોડો પાડતા આરોપી વશરામભાઈ શામજીભાઈ માકાસણા, રહે.ચરાડવા, મુકેશભાઈ હસમુખભાઈ માકાસણા, રહે.ચરાડવા, રણછોડભાઈ રવજીભાઈ સોનગ્રા, રહે. ઉગમણા દરવાજે ચરાડવા, રમેશભાઈ ચુનીલાલભાઈ જોબનપુત્રા, રહે.ચરાડવા સુથાર શેરી અને શૈલેષભાઈ રતીલાલભાઈ પુજારા, રહે.સુથાર શેરી તા.હળવદ જી.મોરબીવાળા જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જ્યારે મહેશભાઈ પ્રભુભાઈ વાઘેલા રહે. સુથાર શેરી ચરાડવા તેમજ ગોરધનભાઈ ચતુરભાઈ માકાસણા, રહે.અવની સોસાયટી મોરબી, મુળ રહે. ચરાડવા નામના બન્ને આરોપીઓ નાસી જતા હળવદ પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૧૮,૬૦૦, બે મોટર સાયકલ કિંમત રૂપિયા ૪૦ હજાર તેમજ બે મોબાઈલ કિંમત રૂપિયા ૧૦ હજાર મળી કુલ રૂપિયા ૬૮,૬૦૦નો મૂળમાલ કબ્જે કરી સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા ભાગવતાચાર્ય શ્રી ભાણદેજી મહારાજનું ભારતીય મનોવિજ્ઞાન પર એક વ્યાખ્યાન અધિમાસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે*

editor

*પિયર પક્ષનું બેસણું-સાદડી (લોહાણા આણંદ)*

editor

*મોરબી જિલ્લા પંચાયતનું રૂ. 49,524 લાખનું બજેટ મંજૂર વર્ષ દરમિયાન 1784 લાખની આવક સામે 1178 લાખનો ખર્ચ : 605 લાખ સિલક*

Hello Morbi

Leave a Comment