• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ઘાંટવડ:૬ દિવસની અથાગ મહેનત બાદ વનવિભાગ ને મળી મોટી સફળતા ગામના આધેડ મહિલાને મોતને ઘાટ ઉતારનાર માનવ પક્ષી દીપડો આખરે પકડાયો*

*૬ દિવસની અથાગ મહેનત થી વન તંત્ર ને મળી મોટી સફળતા*

*ઘાંટવડ ગામના આધેડ મહિલા ને મોત ને ઘાટ ઉતારનાર માનવભક્ષી દીપડો આખરે પકડાયો*

માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગે લીધો રાહતનો શ્વાસ
ગીર સોમનાથ ના કોડીનાર પંથકમાં થોડા દિવસોથી વન્ય પશુઓએ આંતક મચાવ્યો છે. જેમાં માનવ પર હુમલાની પણ અનેક ઘટનાઓ બની છે. ઘાંટવડ ગામે યુવતીને મોતને ઘાટ ઉતારી દેનાર માનવભક્ષી દીપડો ૬ દિવસની મહેનત બાદ પાંજરે પુરાતા ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. કોડીનાર પંથકમાં આતંક મચાવનાર માનવભક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો છે. કોડીનાર ના ઘાંટવડ ગામે રહેતી અંતું બા ગંભીર સિંહ ઝાલા નામની યુવતી પર દિપડાએ હુમલો કરતા યુવતીનું મોત નીપજ્યું હતું. જ્યારે આ માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા ઘાંટવડ ગામ સરપંચ શ્રી અબ્દુલ ભાઈ મહેતર અને ગામ ના લોકોએ ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરી હતી. જેથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ આ દીપડાને ઝડપી પાડવા ૧૦ અલગ-અલગ પાંજરા મુક્યા હતા. જેમાં ફોરેસ્ટ વિભાગની ૬ દિવસની મહેનત આખરે રંગ લાવી હતી

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

Related posts

*HELLO MORBI: હળવદમાં શેરી, રોડ રસ્તા અને ગટરની સફાઈ તેમજ રસ્તાના પેચ વર્કની કામગીરી પૂરજોશમાં*

editor

*HELLO MORBI NEWS: લોક કલ્યાણ અર્થે તેમજ જે લોકો પ્રયાગરાજ નથી આવી શક્યા એ બધા વતી કુલ 108 ડૂબકી લગાવી ચૂંદડી મનોરથ કરતા “હિરેન રૂપારેલિયા”*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી તાલુકાના માણેકવાડા ગામમાં 𝟕𝟕 માં પ્રજાસતાક પર્વની ઉજવણી*

editor

Leave a Comment