• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોટા ભેલા પ્રાથમીક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

મોટા ભેલા પ્રાથમીક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

માળીયા મી : આજ રોજ તારીખ 12 જાન્યુઆરી ના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના સયુંકત ઉપક્રમે
મોટાં ભેલાં ખાતે આવેલી પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 35 વિદ્યાર્થી ઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ અંતર્ગત ચિત્ર દોરેલ હતા.

આ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય નંબર પરના જે વિજેતા બન્યા હતા. એ વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ તકે રમાબેન ભટ્ટ તાલુકા સુપર વાઇઝર દ્વારા તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને દરેક વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા સુપર વાઈઝર ભટ્ટ રમાબેન , પ્રા.આ.કેન્દ્ર વવાણીયાનાં હેલ્થ સુપરવાઈઝર નરેશ પરમાર , એમ.પી.એચ.ડબ્લ્યુ મોટા ભેલા , એફ.એચ. ડબલ્યુ મોટા ભેલા તથા આર.બી.એસ.કે. ડો. જલ્પાબેન કાવર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:મોરબી શહેર તને નર્કાગાર બનાવનાર નગરપાલિકા જ્યારે જાગશે.પ્રજા પરેશાન છે. રોગચાળો ફાટી નીકળે ત્યારે જાગશે ?કોગ્રેસ*

editor

*HELLO MORBI NEWS:માળીયા (મિં) તાલુકાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- 232 પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*HELLO MORBI: સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી વાંકાનેર પોલીસ*

editor

Leave a Comment