• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રીત બહેનોના લગ્ન સહાયમાં નોંધપાત્ર વધારો: મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા*

*રાજય સરકારનો મહત્વનો નિર્ણય:*

*નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રીત બહેનોના લગ્ન સહાયમાં નોંધપાત્ર વધારો: મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા*

*• અંદાજપત્રમાં કરાયેલ જાહેરાતનો ત્વરિત અમલ કરી ભાવનગરના નારી સંરક્ષણ ગૃહની દિકરીને સહાય આપતા મંત્રીશ્રી*
****

મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા એ જણાવ્યું છે કે, નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રીત બહેનોના પુન:જીવન માટે રાજ્ય સરકારે તેમને મળતી લગ્ન સહાય રૂ. ૨૦,૦૦૦/- થી વધારી રૂ. ૧,૫૦,૦૦૦/- નો નોંધપાત્ર વધારો કરવાની અંદાજપત્રમાં જાહેરાત કરી હતી. અંદાજપત્રમાં કરાયેલ જાહેરાતનો ત્વરિત અમલ કરી ભાવનગરના નારી સંરક્ષણ ગૃહની દિકરીને મંત્રીશ્રી ભાનુબેનના હસ્તે આજે ઓનલાઈન સહાય ચૂકવવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે, મૃદુ અને મકકમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ અને આર્થિક ઉત્થાન માટે અનેકવિધ નિર્ણયો કરાયા છે અને બજેટમાં કરાયેલ નવી જાહેરાતનો પણ સત્વરે આજથી અમલ શરૂ થઈ ગયો છે. જે અતર્ગત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રિત મહિલાઓ સન્માનપુર્વક જીવન જીવી શકે માટે લગ્ન સહાય તરીકે રૂા. ૨૦,૦૦૦/-ની સહાય ચુકવવામાં આવતી હતી તેમા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં મુખ્ય મંત્રીશ્રી દ્વારા મહિલા કલ્યાણલક્ષી ઉદાર નીતિ થકી વધુ એક નિર્ણય કરીને આશ્રિત દીકરીના લગ્ન સહાયની રકમ રૂા. ૨૦,૦૦૦/- થી વધારી રૂ. ૧,૫૦,૦૦૦/- કરવાનો નિર્યણ કરવામાં આવ્યો છે. જેમા રૂ. ૫૦,૦૦૦/- દીકરીનાં બેંક ખાતામાં સીધા DBT થી અને રૂ. ૫૦,૦૦૦/- નેશનલ સેવીંગ સર્ટિફિકેટ (NSC) તેમજ રૂ. ૫૦,૦૦૦/- લગ્ન માટે આનુષાંગિક ખર્ચ માટે ચૂકવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરના નારી સંરક્ષણ ગૃહની ૨૯ વર્ષીય દીકરી નીના શ્યામજી વાઘરી, જેણે ધો. ૬ સુધી અભ્યાસ કરેલ છે અને નાનપણથી અલગ અલગ સંસ્થાઓમાં ઉછરેલ છે અને તા. ૧૧/૦૮/૨૦૧૧ના રોજ સુરત નારી સંરક્ષણ ગૃહમાંથી નિયમોનુસાર ભાવનગર નારી સંરક્ષણ કેન્દ્રમાં તબદીલ થયેલી છે. નીનાબેન છેલ્લા ૧૨ વર્ષથી નારી સંરક્ષણ કેન્દ્ર, પાલીતાણા ખાતે રહે છે અને તેમને સરકાર દ્વારા લગ્ન સહાય ચૂકવાઈ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ 𝐀𝐈𝐈𝐌𝐒માં નવા અધ્યક્ષની નિમણૂકથી આરોગ્યસેવામાં નવી આશા: રાજ્ય સભાના સાંસદની અસરકારક રજૂઆત*

editor

*સૌરાષ્ટ્ર ના સાવજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા ની ૩જી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી ના અગ્રણીઓ*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા : કટારીયા પરિવારની ક્યુટ ગર્લ જીયા નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment