• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માતા-પિતા ની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો લજાઈ નો વામજા પરિવાર*

 

*એક જ દીવસે જન્મેલા દંપતિ નુ નિધન પણ એક જ દીવસે થયેલુ*

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોર તેમજ સાંજે સદાવ્રત ચલાવવા મા આવે છે ત્યારે ટંકારા ના લજાઈ ગામ ના વતની ટંકારા તાલુકા ના ગ્રાહક સુરક્ષા ના પ્રમુખ પાટીદાર અગ્રણી શ્રી ગૌતમભાઈ વામજા, પરેશભાઈ વામજા તથા ઘનશ્યામભાઈ વામજા દ્વારા તેમના માતા-પિતા ની માસિક પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તેમના પિતા વલમજીભાઈ વામજા તથા માતા દયાબેન વામજા નો જન્મ એક જ દીવસે થયો હતો તેમજ તેમનુ નિધન પણ એક જ દીવસે થયુ હતુ ત્યારે તેમની પૂણ્યતિથી નિમિતે સત્કાર્ય કરી તેમના પરિવારજનો એ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, હરીશભાઈ રાજા, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, હિતેશ જાની, હસુભાઈ પંડીત, મનિષ પટેલ, પોલાભાઈ પટેલ, ચંદુભાઈ ગામી, નંદલાલ રાઠોડ સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*HELLO MORBI:સીએમ, ભુપેન્દ્ર પટેલ સોમવાર, ૧૮ સપ્ટેમ્બરના દિવસે રાજસ્થાનના પ્રવાસે હોવાથી ગાંધીનગર મળી શકશે નહીં*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓ માટે સ્વાગતોત્સવનું ભવ્ય આયોજન કરાયું*

editor

*HELLO MORBI NEWS: વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

editor

Leave a Comment