• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીની બ્લુડાર્ક કુરીયરની ઓફીસમાં થયેલ રોકડા ત્થા અન્ય મુદ્દામાલની ઘરફોડ ચોરી નો ગણત્રી ના કલાકો માજ પર્દાફાશ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબીની બ્લુડાર્ક કુરીયરની ઓફીસમાં થયેલ રોકડા રૂ.૫,૧૦,૦૦૦/- તથા અન્ય મુદામાલની ધરફોડ ચોરી ગણતરીના કલાકોમાં ડીટેકટ કરી એક આરોપીને રોકડા રૂ.૫,૧૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૨,૧૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી.
તા.૨૯/૦૫/૨૦૨૩ આજરોજ તા.૨૯/૦૫/૨૦૨૩ ના રાત્રીના બારેક વાગ્યાથી સવારના નવેક વાગ્યાના સમય દરમ્યાન ફરીયાદીશ્રી, મયુરભાઇ ભીખાભાઇ સોલંકી,લુહાર રહે.મોરબી રવાપર રોડ મેનેજરશ્રી ક્લુડાર્ક કુરીયર પ્રા.લી.વાળાએ મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ખાતે આવી પોતાની ફરીયાદ જાહેર કરેલ કે મોરબી શનાળા રોડ કે.કે.સ્ટીલની સામે જયદીપ પાઉભાજી વાળી શેરીમાં આવેલ બ્લુડાર્ક કુરીયરની ઓફીસમાં આજરોજ રાત્રીના બારેક વાગ્યાથી સવારના નવેક વાગ્યા દરમિયાન કોઇ અજાણ્યા ચોર ઇસમે કુરીયરની ઓફીસના શટરના તાળા ખોલી ઓફીસમાં પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂ.૫,૧૦,૦૦૦/- તથા બે સી.સી.ટી.વી.કેમેરા તેમજ ડી.વી.આર.કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૨૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ અંગેની ફરીયાદ જાહેર કરતા મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.નં.૦૮૬૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૪૫૪,૪૫૭,૩૮૦, મુજબનો ગુનો રજી. કરાવતા જે ગુનાની તપાસ મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એચ.એ.જાડેજા નાઓ ચલાવે છે.
આ કામે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓ તથા મુદામાલ શોધી કાઢવા બાબતે શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ સુચના આપતા શ્રી રાહુલ ત્રિપાઠી, પોલીસ અધિક્ષક મોરબીનાઓની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.એમ.ઢોલ તથા પો.સબ.ઇન્સ.શ્રી, કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, તથા એલ,સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ / ટેકનીકલ ટીમ તથા મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.ના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડી પાડવા તથા મુદામાલ હસ્તગત કરવા સારૂ પ્રયત્નો હાથ ધરેલ.
તે દરમ્યાન શ્રી ડી.એમ.ઢોલ પો.ઇન્સ. એલ.સી.બી.મોરબી નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે આ કુરીયરની ઓફીસમાં આસીસ્ટન્ટ તરીકે કામ કરતો ક્રિતેજ રણજીતભાઇએ આ ચોરીને અજામ આપેલ છે જેથી તેની તપાસ કરતા તે ગ્રે કલરની બ્રેઝા ગાડી સાથે મોરબી નરસંગ ટેકરી પાસેથી મળી આવતા તેને ગાડી સાથે મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી ગુન્હા સંબધી યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા આ ગુન્હો પોતે આચરેલ હોવાની હકિકત જણાવતો હોય જેથી તેની પાસેથી નીચે જણાવ્યા મુજબનો મુદામાલ રીકવર કરી આ ધરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્હો ગણતરીની કલાકોમાં ડીટેકટ કરી આરોપીને મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે.માં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામાઃ-
ક્રિતેજ રણજીતભાઇ ડવ/આહિર ઉવ-૧૯ ધંધો-કુરીયરમાં નોકરી રહે. અંકુર સોસાયટી શનાળા રોડ, મેઇન રોડ, મોરબી, મુળ ગામ-સમઢીયાળા તા.બાબરા જી. અમરેલી
કબ્જે કરેલ મુદામાલ :-
(૧) રોકડા રૂપિયા-૫,૧૦,૦૦૦/-
(૨) ગુન્હામાં ઉપયોગ કરેલ ગ્રે કલરની બ્રેઝા ગાડી કિ.રૂ.૭,૦૦,૦૦૦/-
(3) ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૨,૧૫,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ :-
શ્રી. ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PS) શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમના પોલીસ સ્ટાફ મદદમાં રહેલ હતા.

Related posts

*પાકિસ્તાન જેલમાં કેદ માછીમારોના પીડિત પરિવારોની મુલાકાતે આપના પ્રદેશ નેતા મહેશભાઈ સવાણી કોડીનાર*

Hello Morbi

*હડીયાણા ખાતે આઇ સોનલ માતાજી ના જન્મ દિવસ ની ઉજવણી કરાઇ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આયુષ હોસ્પિટલના નામાંકિત ડો.સત્યજીતસિંહ જાડેજાની વધુ એક મોટી સિદ્ધિ : મરણાવસ્થામા આવેલા હ્રદય બંધ પડી ગયેલા વેન્ટિલેટર પરના દર્દીને નવું જીવન આપ્યું*

editor

Leave a Comment