• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસા મહેશ્ર્વરી સમાજની બહેનોએ જલિયાણ શીવજી મંદિરે કરી અમાસની પૂજા*

ડીસા મહેશ્ર્વરી સમાજની બહેનોએ જલિયાણ શીવજી મંદિરે કરી અમાસની પૂજા
ડીસાનો મહેશ્ર્વરી સમાજ ખૂબ જ સેવાભાવી,ધાર્મિક તેમજ જીવદયાપ્રેમી છે.ડીસા જલારામ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય શીવજી મંદિર બનાવવામાં આવેલ છે જ્યાં શ્રાવણ માસ સહિત બારેય મહિના શ્રધ્ધાળુઓ દર્શનાર્થે પધારે છે.
જેઠ મહિનાની અમાસે શીવજી પૂજાનું આગવું મહત્વ હોઈ ડીસા મહેશ્ર્વરી સમાજની બહેનોએ જલારામ મંદિરે દર્શન કરી શીવજી પૂજાનો અમૂલ્ય લાભ લીધો હતો.મહેશ્ર્વરી સમાજ ડીસાની બહેનો સર્વ શીવાનીબેન,શીલાબેન,મીરાબેન,ઉર્મિલાબેન,મીનુબેન,પ્યારીબેન,જમનાબેન,પીનાબેન,દેવીબેન,સુશીલાબેન,લતાબેન,મંજુબેન,અનીતાબેન,સરોજબેન સહિત ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ જલારામ મંદિરે પધારી શીવજી પૂજા કરી હતી.જલારામ મંદિર ડીસા સ્થિત શીવજી મંદિરની અતિ સુંદર વ્યવસ્થાથી તમામ બહેનોએ ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો.જલારામ મંદિર ડીસાના ટ્રસ્ટી ભગવાનભાઈ બંધુએ સૌ બહેનોની સવિશેષ આધ્યાત્મિક પ્રવૃતિથી આનંદ વ્યક્ત કરી અભિનંદન આપ્યા હતા.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં વીજ પુરવઠો યથાવત કરવા પીજીવીસીએલની ટીમ ખડે પગે*

editor

*HELLO MORBI:બરવાળા તાલુકાના ખાંભડા ગામના વતની શ્રી પ્રવીણભાઈ લગધીરભાઈ ખાચરને રાજ્ય કક્ષાના અતુલ્ય વારસો”આઈડેન્ટિટી એવોર્ડ” થકી સન્માનિત કરાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: તારાણા ગામ બાવળની ઝાડી માંથી એક ઇસમનેભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ચપલા નંગ ૫૫૪ સાથે પકડી પાડતી જોડીયા પોલીસ*

editor

Leave a Comment