• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ બસ સ્ટેન્ડપાછળ રબારીવાસમાં આવેલ મકાનેથી જુગાર રમતા* *કુલ આઠ ઇસમોને* *પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

હળવદ બસ સ્ટેન્ડ પાછળ, રબારીવાસમાં આવેલ મકાનેથી જુગાર રમતા કુલ-૮ ઇસમોને
રોકડા રૂપીયા ૫૮,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી,
તા.૩૧/૦૭/૨૦૨૩ શ્રી, અશોક કુમાર ( IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી ( IPS ) પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબી નાઓએ મોરબી જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી પ્રોહિ/જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ શ્રી,ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશીલ હતા. દરમ્યાન એલ.સી.બી. મોરબીના HC ચંદુભાઇ કાણોતરા, PC તેજસ વિડજા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયાને સંયુકતમાં હકીકત મળેલ કે, પ્રતાપભાઇ પ્રભુભાઇ રબારી રહે. હળવદ રબારીવાસ વાળો પોતે ભાડેથી રાખેલ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે, જે હકિકત આધારે હળવદ બસ સ્ટેન્ડ પાછળ રબારીવાસમાં રહેણાંક મકાનમાં રેઇડ કરતા કુલ-૦૮ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-૫૨ તથા રોકડ રૂ.૫૮,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. પ્રતાપભાઇ પ્રભુભાઇ કલોતરા ઉવ-૫૧ રહે. રબારીવાસ, હળવદ જી.મોરબી
ર. પ્રદિપભાઇ ગોકળભાઇ બાર ઉવ-૪ર રહે. રબારીવાસ, હળવદ જી.મોરબી
૩. અજીતભાઇ સોમાભાઇ ગોહિલ ઉવ-૩૯ રહે. ગૌરી દરવાજા, હળવદ જી.મોરબી
૪. દેવજીભાઇ કેશવજીભાઇ અધારા ઉવ-૬૫ રહે.ઇશ્વરનગર તા.હળવદ જી.મોરબી
૫. રણજીતભાઇ વિરમભાઇ ખેર હૅવ-૪૫ રહે.મેરૂપર તા.હળવદ જી.મોરબી ૬. નટુભાઇ અમરશીભાઇ નારીયાણી ઉવ-૫૦ રહે.મેરૂપર તા.હળવદ જી.મોરબી
૩, જયંતિભાઇ મોહનભાઇ સોનગ્રા ઉવ-૩૯ રહે. રબારીવાસ, હળવદ જી.મોરબી
૮. હરેશભાઇ ખીમજીભાઇ ચાડીયા ઉવ-૪૩ રહે. આનંદપાર્ક, હળવદ જી.મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી :-
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. તથા શ્રી, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતો

Related posts

*ટંકારા : ચોરીની શંકાએ ઢોર માર મારતા પરપ્રાંતિય યુવકનું મૃત્યુ પોલીસ તપાસના ચક્રો ગતિમાન*

Hello Morbi

*ટંકારા તાલુકા યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ ટંકારા તાલુકા ના પ્રવાસે*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*મોરબી કંડલા બાયપાસ ફોરલેન નો લાભ વાવડી થી આમરણ વિસ્તારને પણ મળે તે માટે કે.ડી.પડસુમ્બીયારજુઆત*

Hello Morbi

Leave a Comment