
અણીયારી ચોકડી પાસેથી મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડીમાં ચોર ખાનામાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૯૨ કી.રૂ. ૧,૨૬,૪૮૦૮- મળી કુલ રૂ. ૬,૨૬,૪૮૦/-નો મુદામાલ
પકડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા-૨૧/૦૯/૨૦૨૩
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ. એલ.સી.બી. મોરબીને સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ.કોન્સ. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયાને સયુંકતમાં ખાનગીરાહે મળેલ હકિકત આધારે મોરબી તાલુકાના અણીયારી ચોકડી પાસે આવેલ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-36-1-1992 વાળીના ઠાઠામાં ચોરખાનુ બનાવી તેમાં ગે કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી તેના વેચાણ કરવાના ઇરાદે સંતાડી તેની ફેરાફેરી કરે છે અને સદરહું ગાડી હાલે ત્યાં પડેલ હોવાની ચોકકસ હકિકત મળેલ હોય જે હકિકત આધારે રેઇડ કરતા ગે.કા. પાસ પરમીટ વગરનો પરપ્રાંતીય ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/વોડકાનો જથ્થો મળી આવતા મોરબી તાલુકા પો.સ્ટે. પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડવાના બાકી આરોપીના નામ સરનામા (૧) મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-36-T-1992 વાળીનો ચાલક
પકડાયેલ મુદામાલની વિગત –
(૧) બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૭૨ કી.રૂ. ૬૧,૨૦૦/- (૨) મેજીક મુમેન્ટ વોડકા ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪ કી.રૂ.૯,૬૦૦/-
(૩) સીગ્નેચર રેર અગેડ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૮ કિ.રૂ.૪,૨૦૦/- કી.રૂ. ૩૯,૩૬૦/- (૪) ગ્રીન લેબલ રીચ બ્લેન્ડ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૮ કિ.રૂ. ૧૬,૩૨૦/- મળી કુલ
બોટલો નંગ-૧૯૨ (પેટી નંગ-૧૬) કિ.રૂ. ૧,૨૬,૪૮૦/-
(૫) મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-36-1-1992 કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૬,૨૬,૪૮૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી, કે.એચ.ભોચીયા, તથા શ્રી,એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.


