• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસાના જલારામ ભકતોએ 31 ડિસેમ્બરની ઉજવણી ગૌપદયાત્રા દ્રારા કરી.નવા વર્ષના પ્રારંભે ગૌમાતાઓનું પૂજન કર્યું*

ડીસાના જલારામ ભકતોએ 31 ડિસેમ્બરની ઉજવણી ગૌપદયાત્રા દ્રારા કરી.નવા વર્ષના પ્રારંભે ગૌમાતાઓનું પૂજન કર્યું.
સમગ્ર વિશ્વમાં 31 ડિસેમ્બરની ઉજવણી થાય છે ત્યારે ડીસાના નવ જલારામ ભકતો-ગૌભકતોએ ગૌપદયાત્રા દ્રારા અનોખા અંદાજથી આ ઉજવણી કરી હતી.ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે ગૌસેવા,ગૌરક્ષાની જબરજસ્ત જરૂરિયાત છે ત્યારે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાએ 284 ગુરૂવારના જલારામ બાપાના ભજન થકી 80 લાખ રૂપિયાની 25 જેટલી ગૌશાળાઓમાં ગૌસેવા અર્પણ કરેલ છે.
ડીસાના નવ જલારામ ભકતો સર્વ નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,ભગવાનભાઈ બંધુ,જીતુભાઈ રાફુવાળા,વિનોદભાઈ આચાર્ય,ઈશ્ર્વરભાઈ રાવળ,જસવંતભાઈ રાવળ,ચંદુભાઈ એટીડી,પ્રકાશભાઈ મજેઠીયા,પ્રકાશભાઈ કાનાબારે 31 ડિસેમ્બર 2023 આખરી દિવસની વહેલી સવારે ડીસા જલારામ મંદિરથી થરા જલારામ મંદિરની 56 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી હતી જે પહેલી જાન્યુઆરી 2024 ના પ્રથમ દિવસની સાંજે થરા જલારામ મંદિરે દર્શન કરી પૂર્ણ કરી હતી.
પદયાત્રાનું માલગઢ સરપંચ શ્રીમતી ગટુબેન ભેરાજી કસ્તુરજી માળી પરિવાર તેમજ લોરવાડા ખાતે દશરથભાઈ ઠકકરે પરિવારે જબરજસ્ત સન્માન-સ્વાગત કર્યું હતું.સોંડિયા જલિયાણ ગૌસેવા આશ્રમ ખાતે આર.ડી.ઠકકર,બાબુભાઈ,રામચરિત માનસ મંડળના આત્મારામભાઈ ઠકકર,કનુભાઈ તૃપ્તિવાળા,સંજયભાઈ સહાયતા,આનંદભાઈ પી.ઠકકર,દિનેશભાઈ ચોકસી,કાવ્યા ઠકકર,ખુશી ઠકકર તેમજ લોહાણા ઈન્ટરનેશનલની બહેનો પૂજાબેન ઠકકર,બીનાબેન એ.ઠકકર,જ્યોતિબેન આર.ઠકકર,ફાલ્ગુનીબેન ઠકકર,ચારૂબેન બી.ઠકકરે સૌનું સન્માન કરી સમૂહ ભોજન તેમજ ગૌપૂજનનો આનંદ માણ્યો હતો.ભીલડી હોટલ કબીરા ખાતે પારકર સમાજના આગેવાનો મહેશભાઈ ઉડેચા,ભાવેશભાઈ જોબનપુત્રા,નરેશભાઈ ઉડેચા,વાસુભાઈ ભીંડેએ સૌને આવકાર્યા હતા.ભીલડી હોટલ સીલસીલા ખાતે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ભીલડીના 51 જેટલા ભાઈબહેનોએ સૌનું ઢબૂકતા ઢોલના નાદે શાનદાર સન્માન કર્યું હતું.ખીમાણા ગામના સરપંચ દીવાનજી ઠાકોર,સોમાલાલ ઠકકર,કપૂરજી ઠાકોર સહિત સૌએ પદયાત્રીઓનું સન્માન કરી પ્રોત્સાહન આપ્યું હતું.દુગાવાડા ખાતે જોષી ફાર્મ હાઉસના મહેન્દ્રભાઈ જોષી તેમજ સુરેશભાઈ જોષીએ રહેવા-જમવાની સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા કરી હતી.નૂતન વર્ષ પહેલી જાન્યુઆરીએ જોષી ગૌશાળાની 60 ગૌમાતાઓનું પૂજન કરી,ગોળ ખવડાવી,દુગાવાડા હનુમાનજી મંદિરે દર્શન કર્યા બાદ પદયાત્રા શિહોરી પહોંચતાં ગાયત્રી મંદિર ખાતે અગ્રણીઓ સર્વ જયંતિભાઈ ઠકકર,હરિભાઈ ઠકકર,રમેશભાઈ જીવરાણી,અમરીષભાઈ ઠકકર સહિત સૌએ પદયાત્રીઓનું સન્માન કરી ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરી હતી.માનપુરા ખાતે શિલ્પાબેન વાલેવડાવાળા,ગૌરવભા ઠકકર,દીપ ઠકકર સહિત સૌએ પદયાત્રીઓનું સન્માન કર્યું હતું.
સાંજે પદયાત્રા થરા જલારામ મંદિરે પહોંચતાં જ અભૂતપૂર્વ માહોલમાં સૌ પદયાત્રીઓને આવકારી સન્માન કર્યા બાદ સૌએ મહાઆરતી તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજ,ભગવાનભાઈ બંધુ,નિરંજનભાઈ ઠકકર સહિત સૌએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.જલારામ મંદિર થરાના સૌ ટ્રસ્ટીઓ,આગેવાનો તેમજ જલારામ ભકતો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર પદયાત્રા ઉત્સાહ,આનંદના અભૂતપૂર્વ માહોલ સાથે નિર્વિઘ્ને પૂર્ણ થઈ હતી.સૌએ સાથે મળી 2024 ના વર્ષમાં સર્વોતમ ગૌસેવાનો સુચારૂ સંકલ્પ કર્યો હતો.

Related posts

*લાલપુર ધરાનગર માં તંત્રના પાપે ભૂગર્ભ ગટરના પાણી ગંદા પાણી ફરી વળ્યાં રોગચાળાનો ગંભીર ભય*

Hello Morbi

*જામ વંથલી પ્રા આ કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ને નિવૃત્ત વિદાય આપવામાં આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પત્રકાર એકતા પરિષદ ની ટીમ પત્રકારો ના પ્રશ્નો બાબતે સી.આર પાટીલ ને મળી*

editor

Leave a Comment