
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમ, અન્નપુર્ણા હોટલ નજીક, સાંઇ કાંટા પાસે, મોરબી-માળીયા હાઇવે રોડ ઉપરથી ધાડ પાડવાની પેરવી કરનાર ગેંગના ત્રણ સભ્યોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે મ્હે. પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ શિયાળાની ઋતુ દરમ્યાન મિલ્કત સબંધી ગુન્હાઓ વધારે બનતા હોય જે અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સઘન નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ ફરી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા નાઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સઘન નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ ફરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ આગલ તથા લકીરાજ લોખીલ વિગેરે સ્ટાફના માણસોની ટીમ મોરબી તાલુકાના લક્ષ્મીનગર તરફ હાઇવે રોડ ઉપર ના.રા. પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક શંકાસ્પદ સેવરોલેટ કંપનીની ટાવેરા કાર રજી.નં. GJ-18-BH-4474 વાળી શંકાસ્પદ હાલતમાં નીકળતા જોવામાં આવતા કારને ઉભી રાખવા ઇશારો કરતા કાર ચાલક પોતાની કાર લઇ મોરબી તરફ ભાગવા લાગતા તુરત જ અન્ય ના.રા.ના માણસોનો સંપર્ક કરી કારનો પીછો કરતા કાર ચાલક લક્ષ્મીનગર ગામની સીમ, અન્નપુર્ણા હોટલ નજીક, સાંઇ કાંટા પાસે પહોંચતા કારમાં રહેલ સાત ઇસમો અલગ-અલગ દિશામાં ભાગવા લાગતા પોલીસ સ્ટાફના માણસોએ મજકૂર ઇસમો પાછળ દોડી મજકૂર ઇસમો પૈકી ત્રણ ઇસમોને પકડી પાડી મજકૂર ઇસમોના હવાલાવાળી ટાવેરા કારમાં જોતા ધાડ પાડવાની સાધન-સામગ્રી મળી આવતા મજકૂર ઇસમોની સઘન પુછપરછ કરતા મજકૂર ઇસમો મધ્યપ્રદેશના વતની હોય અને ધાડ પાડવાના ઇરાદે આવેલ હોવાનુ જણાય આવતા મજકૂર પકડાયેલ ત્રણેય ઇસમોને અટક કરી આગળની તપાસની પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપી :-
1. કૈલાસભાઇ પારસીંગ ભુરીયા/આદિવાસી, ઉ.વ.૩૧, રહે. ફુટતાલાબ, તા.જોબટ, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ.
2. પ્યારસીંગ ઉર્ફે ભગત રણજીત વસુનીયા/આદીવાસી, ઉ.વ.૪૫, રહે. મયાવાટ, નંદીદડી ફળીયુ, તા.ભાભરા, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ.
3. જયદીપ રણુભાઇ બામનીયા/આદીવાસી ઉ.વ.૨૪, રહે. કોરીયાપાન, તાડફળીયુ, તા.ભાભરા, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ.
