• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીની માણેકવાડા શાળાના વિદ્યાર્થીઓને ૧૪૭ સ્કૂલબેગ અને ઇનામો દેત્રોજા પરીવાર તરફથી વિતરણ કરાયા*

મોરબીની માણેકવાડા શાળાના બાલૂડાંઓને 147 સ્કૂલબેગ અને ઇનામો
અર્પણ કરતો દેત્રોજા પરીવાર
FC
મોરબી,*વતનની ધૂળથી માથું ભરી લઈએ આદિલ,ફરી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે* લોકો ગમે ત્યાં જાય,ગમે તેવા મોટા માણસ બની જાય પણ વતન પ્રેમ તો દરેકના દિલો દિમાગમાં શાસ્વત રહે છે અને વતન માટે કંઈક ને કંઈક કરવાની ઝંખના હોય છે ત્યારે માણેકવાડા ગામની ભૂમિમાં જેમણે બાળપણ વિતાવ્યું છે અને હાલ મોરબી નિવાસી હિરેનભાઈ દેત્રોજા તથા કૌશિકભાઈ માકાસણા
*સેટેલાઈટ ઇન્ડસ્ટ્રીઝ* વાળા તરફથી માણેકવાડા પ્રાથમિક શાળાઓના ભૂલકાઓને સ્કૂલ બેગ નંગ ૧૪૭ આજરોજ ૭૫ માં પ્રજાસત્તાક પર્વ નિમિતે વિતરણ કરાયું હતું.
આ ઉપરાંત છેલ્લા ૧૫ વર્ષથી દર વર્ષે બાળકોને ભેટ સોગાદ દ્વારા પ્રોત્સાહિત કરતા રતિભાઈ દેત્રોજા તરફથી ધોરણ ૧ થી ૮ ના તેજસ્વી તારલાઓને શિલ્ડ, હાજરીમાં પ્રથમ ક્રમાંકને શૈક્ષણિક કીટ તેમજ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરીને આજના રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણી કરવામાં આવી.
કુ.ગાયત્રીબેન દેત્રોજાના વરદ હસ્તે ધ્જવંદન કરવામાં આવ્યું હતું.બાળકોના વક્તવ્ય અને રમત ગમતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. સરપંચશ્રી તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે શાળા પરિવાર તરફથી બંને દાતાઓનો આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો.

Related posts

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૨ મી જન્મજયંતિ બપોરે-સાંજે મહાપ્રસાદ સહીત સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;વાંકાનેરમાં દોષી કોલેજ કેપ્સ ખાતે વિદ્યાર્થીઓ સાથે વિવિધ વિષયો પર સંવાદ કરતા: સાંસદ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલાચડી પ્રાથમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય*

editor

Leave a Comment