• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો ૨૦૦મો જન્મોત્સવ-ટંકારા*

*મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો ૨૦૦મો જન્મોત્સવ-ટંકારા*

*કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલાએ સમારોહ સ્થળ – કરસનજીના આંગણા ખાતે યજ્ઞમાં આહુતિ અર્પણ કરી વિવિધ પ્રદર્શન કેન્દ્રોની મુલાકાત લીધી*

*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે પ્રદર્શન કેન્દ્રની મુલાકાત લઈને દયાનંદ સરસ્વતીજીના જીવન કવનની ઝીણવટભરી વિગતોથી માહિતગાર થતા કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા*

મોરબી તા.૧૧ ફેબ્રુઆરી,
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિ નિમિતે મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહેલી ભવ્યાતિભવ્ય ઉજવણીમાં આજે બીજા દિવસે ભારત સરકારના પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. કરસનજીના આંગણા ખાતે નિર્મિત યજ્ઞશાળામાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી સાથે મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ હવનકુંડમાં આહુતિ અર્પણ કરી ભાવ સમર્પણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ મહોત્સવ સ્થળે નિર્મિત કરવામાં આવેલ વિવિધ પ્રદર્શન કેન્દ્રોની મુલાકાત લીધી હતી જ્યાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન કવનની ઝીણવટભરી વિગતોથી મંત્રીશ્રીને વાકેફ થયા હતા. મંત્રીશ્રી ટંકારા ખાતે નિર્માણ પામનાર ‘જ્ઞાન જ્યોતિ તીર્થ’ની પ્રતિકૃતિ જોઈ પ્રભાવિત થયાં હતાં. તેમણે લોક કલ્યાણનું વિશાળ કાર્ય હાથ ધરવા બદલ રાજ્યપાલશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.
જ્ઞાન જ્યોતિ પર્વ – સ્મરણોત્સવ અંતર્ગત દરરોજ વહેલી સવારે યોગ આસન કરાવવામાં આવી રહ્યા છે. મહોત્સવમાં ભાગ લઈ રહેલા મહેમાનો યોગ આસનોના સેશનમાં ભાગ લઈ રહ્યા છે.
આ પ્રસંગે મંત્રીશ્રી સાથે સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય સર્વ શ્રી કાંતિભાઈ અમૃતિયા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

*HELLO MORBI:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની શુભેચ્છા મુલાકાત કરી*

editor

*દિલ્હીથી ગુજરાતમાં ચાલશે ખેડૂતોનું આંદોલન : લઈ લેવાયો છે આ નિર્ણય, રૂપાણી સરકારની વધશે મુશ્કેલી*

Hello Morbi

*મારું ગામ કોરોના મુક્ત ગામ સાર્થક કરતું જોડિયા* 

Hello Morbi

Leave a Comment