• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

વિધાનસભા ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં નવા ચૂંટાયેલા સાત ધારાસભ્યોની શપથવિધિ સંપન્ન

 

વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા શપથ લેવડાવ્યા :
રાજ્ય મંત્રી મંડળના સભ્યોની ખાસ ઉપસ્થિતિ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ભાજપના નવા ચૂંટાયેલા સાત ધારાસભ્યશ્રીઓની આજે વિધાનસભા ખાતે શપથવિધિ યોજાઇ હતી.
જેમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી દ્વારા ભાજપના નવા ચૂંટાયેલા સાત ધારાસભ્યોને વિજયમૂર્હુતમાં હોદ્દાના શપથ લેવડાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને અભિનંદન આપીને શુભેચ્છાઓ આપી હતી.
નોંધનીય છે કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભામાં ૧૧૧ બેઠકોના અંક ઉપર પહોંચી છે.
આ શપથવિધિ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, સંસદીય બાબતોના મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, મંત્રીમંડળના સભ્યશ્રીઓ, ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણિયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યાક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિત અધિકારીઓ, ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ આઠ બેઠકો જીતીને વિજયપતાકા લહેરાવી છે. જેમાં અબડાસા બેઠક પરથી શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી શ્રી બ્રિજેશ મેરજા, ધારીમાંથી શ્રી જે. વી. કાકડીયા, ગઢડામાંથી શ્રી આત્મારામ પરમાર, કપરાડામાંથી શ્રી જીતુભાઇ ચૌધરી, ડાંગમાંથી શ્રી વિજયભાઇ પટેલ તેમજ લિંબડીમાંથી શ્રી કિરિટસિંહ રાણાનો સમાવેશ થાય છે.

Related posts

*મોરબી મહેન્દ્રડ્રાઈવ રોડ પરના પુલ નીચે અજાણ્યા પુરુષની લાશ મળીવારસદારોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો*

Hello Morbi

*જામનગર જિલ્લા તાલુકા પંચાયત ના ઉમેદવાર ના સમર્થન માં ઠેર ઠેર સભા ગજવતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ, ધાડના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી*

editor

Leave a Comment