• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સ્વામીનારાયણ મંદિર ને બિનઅધિકૃત બાંધકામ 24 કલાક મા હટાવા ત્રીજી નોટીશ: મામલતદાર એ પણ સરકારી જમીન પર કરેલ બાંધકામ દુર કરી જમીન ખુલ્લી કરવા નોટીશ આપી*

મોરબી સ્વામીનારાયણ મંદિર ને બિનઅધિકૃત બાંધકામ 24 કલાક મા હટાવા ત્રીજી નોટીશ મામલતદાર એ પણ સરકારી જમીન પર કરેલ બાંધકામ દુર કરી જમીન ખુલ્લી કરવા નોટીશ

મોરબીમાં છેલ્લાં કેટલાક દિવસોથી મચ્છુ નદીના ખુલ્લા પટ્ટમાં સ્વામી નારાયણ મંદિર દ્વારા નદીના વહેણને અટકાવવાને ગેરકાયદે ખડકેલો બાંધકામનો મામલો ભારે ચર્ચાસ્પદ બની ગયો છે. જેમાં ઘણા સમય પહેલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરના વહીવટ કરતા દ્વારા મચ્છુ નદીના ખુલ્લા પટ્ટમાં બાંધકામ ખડકી દેવાયું હતું. પણ પ્રથમ દ્રષ્ટિએ જ સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ ગેરકાયદે હોવાનું દેખાતું હોવા છતાં તંત્ર ઊંઘતું રહ્યું હતું. જાગૃત નાગરિકોએ આ આંખા મામલાને તંત્ર સમક્ષ લાવીને પડકાર્યો હતો. જાગૃત નાગરિકોએ સ્વામી. સંસ્થાએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાની ફરિયાદ કરતા કલેકટર અને ચીફ ઓફિસર સાહિત્યના અધિકારીઓએ જાત તપાસ કરતા જ બાંધકામ ગેરકાયદે હોવાનું ખુલતા અગાઉ એક મહિનાની મુદત આપ્યા બાદ ચોમાસું નજીક આવતા નગરપાલિકાએ BAPS સ્વામીનારાયણ સંસ્થાને વધારાના બાંધકામ અને દિવાલ તોડી પાડવા મંદિરના 12 જેટલા વહીવટકર્તાઓને નોટીસ ફટકારવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ચોમાસામાં નદીમાં પૂર આવે અને જાનહાની થાય તો મંદિરના વહીવટકર્તા જવાબદાર રહેશે તેવો નોટીસમાં ઉલ્લેખ કરતા વહીવટકર્તાઓ રેલો આવ્યો હોય તેમ સંસ્થા દ્વારા જાતે જ પોતે ખડકેલા ગેરકાયદે દબાણને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી અને તંત્ર પહેલા જ સંસ્થા જાતે જ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા કામગીરી હાથ ધરી હતી. પરંતુ આ કામગીરી ગોકળગતીએ થતી હોવાનું તંત્રનાં ધ્યાને આવતા તેણા દ્વારા ફરી એક વખત 12 જેટલા વહીવટકર્તાઓને નોટિસ ફટકારી હતી.

મોરબીના મચ્છુ નદીના પટમાં ખડકી દેવામાં આવેલ દીવાલ મામલે તંત્ર દ્વારા અગાઉ આપવામાં આવેલ નોટીસની BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા ગંભીરતા ન લેવાઈ હતી. જેથી ફરી પાલિકાએ સ્વામીનારાયણ મંદિર સહીત ૧૨ લોકોને નોટીસ ફટકારી હતી. અને તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ દુર કરવા અગાઉ બબ્બે વખત નોટીસ આપી હતી. પણ નાના પિલરનું દબાણ દુર કરવા નાના મશીનથી કામગીરી લેવાઈ હતી. જેમાં બાંધકામ દુર કરવાની પ્રક્રિયા કરો છો એવું બતાવવા માટે જ કાર્ય કરવામાં આવ્યું હોવાનો નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ ૨૪ કલાકમાં દબાણ દુર કરવા મોરબી પાલિકાએ ફરી નોટીસ આપી હતી. જેની ગંભીર નોંધ લેવા તાકીદ કરી હતી. ત્યારે લોકહિતને ધ્યાનમાં રાખીને મચ્છુ નદીના વહેણમાં કરેલ દબાણ દૂર કરવામાં ધાર્મિક સંસ્થા નીરસ હોય તેવું લાગી રહ્યું છે.

આ અંગે બીએપીએસ સંચાલિત શ્રી સ્વામીનારાયણ મંદિર મંદિર ના મહંત શ્રી હરિસ્મરણ સ્વામી એ જણાવ્યુ હતુ કે અમારી સંસ્થા એ કોઈપણ જાતની દબાણ કરીયુ નથી છતા અમે.વહીવટ તંત્ર દ્વારા નોટીશો મલી એને ફોલો કરીએ છીએ તેની સાથે સતત સંપર્ક મા છીએ તંત્ર જેમ કહે છે એમ હવે કરવા તૈયાર છીએ તંત્ર કહેશે કે દિવાલ નુ દબાણ હટાવી દેવુ તો સમય અંતરે અમે દબાણ પણ હટાવી દેવા તૈયાર છીએ ત્યારે કહેવાનુ એ છે તંત્ર એ હજુ સુધી ત્રીજી નોટીશ આપી છતા મંદિર ની સંસ્થા નોટીશ ની સમયમરીયાદા પ્રમાણે અમલવારી નથી કરી ને તંત્ર પણ હજુ નોટીશ આપી કાગળ પર કામગીરી કરી રહી નોટીશ પ્રમાણે તંત્ર એ પણ કોઈ કડક અમલવારી કરી નથી હવે જોવાનુ એકે મંદિર ની સંસ્થા બિનઅધિકૃત બાંધકામ હટાવશે કે તંત્ર એતો સમય બતાવશે પણ હાલ તો બંને સંતાકૂકડી રમતા હોય એવુ પરિસ્થીતી બતાવી રહી છે

Related posts

*HELLO MORBI:હળવદ તાલુકાના દીઘડીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

ગુજરાતમાં આજે નવા ચૂંટાયેલા બીજેપીના આઠ ધારાસભ્યોની શપથવિધિ, જાણો વિજયમૂહર્તમાં કોણ કોણ હાજર રહેશે?

Hello Morbi

*HELLO MORBI:મોરબી પોલીસના કર્મચારીઓ માટે વજન ઘટાડવા માટે ડાયટ પ્લાન તેમજડેઇલી વર્કઆઉટ માટેના માર્ગદર્શન કેમ્પનુ આયોજન કરાયું*

editor

Leave a Comment