• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

Latest-NewsOther

સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થિજાવતી ઠંડી, દિલ્હીમાં તાપમાન 6.3 ડિગ્રી

નવી દિલ્હી

દેશના પર્વતીય રાજ્યોમાં સતત થઈ રહેલી ભારે હિમવર્ષાને પગલે મેદાની રાજ્યોમાં શીત લહેર ફેલાઈ છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પડી રહેલા બરફને પગલે ઉત્તરભારતના મોટાભાગના રાજ્યોમાં પારો ગગડયો છે. દિલ્હીમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. દિલ્હીમાં રવિવાર બાદ સોમવારે પણ સતત બીજા દિવસે તાપમાન ૬.૩ ડિગ્રી રહ્યું હતું. અહીંયા ૧૭ વર્ષમાં સતત નવેમ્બરમાં પારો ૬.૩ ડિગ્રીએ પહોંચ્યો છે. અહીંયા રવિવારે ૬.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે સોમવારે પારો ગગડીને ૬.૩ ડિગ્રી પહોંચી ગયો હતો. બીજી તરફ કાશ્મીરના ખીણ વિસ્તારમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ હતી. ભારે બરફ પડવાને પગલે અહીંયા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત દક્ષિણ ભારત ઉપર વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને પુડ્ડુચેરી ઉપર આગામી ૨૪ કલાકમાં ચક્રવાત નિવાર ટકરાવાની ચેતવણી જારી કરવામાં આવી છે.

તામિલનાડુમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ

આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં વાવાઝોડા નિવાર અંગે ચેતવણી જારી કરવામાં આવી છે. ત્રણેય રાજ્યો ઉપર આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું ટકરાઈ શકે છે તેવી શક્યતાઓ પ્રર્વિત રહી છે. આ દરમિયાન ૧૦૦થી ૧૨૦ કિ.મીની ઝડપે પવન ફુંકાવા સાથે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. તામિલનાડુમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. ચેન્નઈમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે. કેન્દ્ર દ્વારા રાજ્યોને વિશેષ મદદ માટે એનડીઆરએફની છ ટીમો રવાના કરવામાં આવી છે. બીજી તરફ ત્રણેય રાજ્યો દ્વારા તમામ કિનારે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુલમર્ગમાં ચાર ઈંચ બરફ પડયો, સોનમર્ગમાં એલર્ટ જારી

કાશ્મીરના જાણીતા સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં ચાર ઈંચ બરફ પડયો હતો. પહેલગામમાં પણ અઢી ઈંચ બરફ પડયો હતો. તે ઉપરાંત જમ્મુ, સોનમર્ગ અને દ્રાસમાં ભારે બરફ વર્ષા ચાલુ છે અને આગામી દિવસોમાં પણ બરફ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા અહીંયા બરફવર્ષા મુદ્દે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

 

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમતા ઇસમોને પકડી પાડતી વાકાનેર તાલુકા પોલીસ*

editor

*મોરબીના બરવાળા ગામે આવતીકાલે મંગળવારે વિનામૂલ્યે કોરોના ટેસ્ટ*

Hello Morbi

*પત્રકાર આરીફ દીવાન ની દીકરી મહેક બાનુ નો જન્મદિવ નિમિત્તે શુભેચ્છાઓ ની મહેક ખીલી ઉઠી…!*

Hello Morbi

Leave a Comment