• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:અનાથાશ્રમના માધ્યમથી માનવસેવાનું અતિ પ્રેરણાદાયી સત્કાર્ય કરતા દિયોદરના શ્રી લલીતભાઈ (લાલજીભાઈ) ધુડાભાઈ જોષી*

અનાથાશ્રમના માધ્યમથી માનવસેવાનું અતિ પ્રેરણાદાયી સત્કાર્ય કરતા દિયોદરના શ્રી લલીતભાઈ (લાલજીભાઈ) ધુડાભાઈ જોષી
જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા તેની ઈચ્છા મુજબનું સત્કાર્ય કોઈને કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવીને કરાવી જ લે છે.વૃધ્ધાશ્રમ, અનાથાશ્રમ, શિક્ષણધામ,ગૌશાળા, અન્નક્ષેત્ર,મફત આરોગ્ય સેવા, વૃક્ષારોપણ એમ વિવિધ પ્રકારની સેવાઓ કોઈને કોઈ વ્યક્તિઓના માધ્યમથી આ પૃથ્વી ઉપર સતત ચાલુ જ છે.પિતા ધુડાભાઈ ઈશ્વરભાઈ જોષી અને માતા શારદાબેનના પરિવારમાં તારીખ 30-11-1990 ના રોજ મોસાળ ગામ જેશુગપુરા ખાતે જન્મેલા,સુરાણાના વતની અને હાલે દિયોદર ખાતે રહેતા લાલજીભાઈ જોષી ઉર્ફે લલીતભાઈ સેવાના સાચા ભેખધારી અને નિસ્વાર્થ મહામાનવ છે.દિયોદરની વી.કે.વાઘેલા હાઈસ્કૂલમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કરી તેઓ મહારાષ્ટ્રમાં સિધ્ધગીરી મઠ કોલ્હાપુર ખાતે તેમના ગુરૂજીના સાનિધ્યમાં દસ વર્ષ રહ્યા હતા.આ સમય દરમિયાન તેમણે સતત ગુરૂજીની સેવા પૂજા કરી હતી.શિવરાત્રિમાં તેઓ સાધના કરતા પણ સાધના અનુકૂળ ના આવી.કોલ્હાપુરમાં તેઓ બિમાર પડયા.બિમારીમાંથી બેઠા થયા પછી પરમાત્માએ જાણે કે બીજો માનવ અવતાર જ આપ્યો હોય તેવો અહેસાસ થયો.બિમારીમાંથી સાજા થતાં જ હવે નિસ્વાર્થભાવે કંઈક નવુ સારૂં કરવું છે તેવો વિચાર તેમને આવ્યો.કોલ્હાપુરથી પરત આવી 2023 માં પૂજ્ય ગુરૂજીની પ્રેરણા અને આશીર્વાદથી સર્વ સમાજને ધ્યાનમાં રાખીને અનાથ બાળકો માટે અનાથાશ્રમ ચાલુ કર્યો.જે દીકરા-દીકરીને માબાપ ના હોય અથવા કોઈ આધાર ના હોય તેવાં અનાથ બાળકોને ભણાવવાનો,સાચવવાનો અને તેમનો ઉછેર કરવાનો મક્કમ નિર્ધાર કર્યો.
પરમાત્માએ કહ્યું છે કે સારા કામ માટે મક્કમતાપૂર્વક એક કદમ પહેલાં તું ઉપાડે તો બાકીનાં એક હજાર કદમ તારી સાથે ચાલવાની જવાબદારી મારી.2023 માં પ્રથમ વર્ષે આવાં 30 જેટલાં નિરાધાર અનાથ બાળકો મળ્યાં.અત્રે બીજા વર્ષે આ આશ્રમમાં 37 બાળકો છે.મોટાભાગનાં તમામ બાળકો દિયોદર તાલુકાનાં જ છે.3 બાળકો કાણોદરનાં છે.તમામ બાળકો હિંદુ જ છે.મોટાભાગે સમગ્ર માનવ સમાજના દાતાઓ તરફથી સહયોગ મળે છે પણ વધારે સહકાર લોહાણા તેમજ જૈન સમાજ તરફથી મળતો રહે છે.લલીતભાઈ કોઈ પણ જગ્યાએ ડોનેશન ઉઘરાવવા જતા નથી.સંસ્થાની કામગીરી જોઈને કે તેની વિગતો જાણીને કોઈ સહકાર આપે, દાન આપે કે વસ્તુ સ્વરૂપે કોઈ કંઈ આપે તો તેઓ સ્વિકારે છે.તેમના આ સત્કાર્યમાં તેમનાં ધર્મપત્ની ભાવનાબેન સંપૂર્ણ સહકાર આપે છે.તેમના પિતાજી ધુડાભાઈ અને માતાજી શારદાબેન નિવૃત્ત છે અને સુરાણા ખાતે ખેતીવાડી સંભાળે છે.એમનો નાનો ભાઈ ભરતભાઈ કોલ્હાપુરમાં કર્મકાંડની કામગીરી કરે છે.ભવિષ્યમાં પરમપિતા પરમાત્માનો જે આદેશ થાય તે મુજબ સમાજહિતમાં જ સતત સેવા કરવાની ભાવના ધરાવતા લલીતભાઈ હિંદુ વૈદિક સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં વધારે માને છે.
લલીતભાઈની સેવાકીય કામગીરી નજરે નિહાળવા જેવી છે.તેમની કદર કરવા તેમજ અભિનંદન આપવા તેમનો મોબાઈલ નંબર 8320186322 છે.આ સંસ્થા વટવૃક્ષ બને અને આ પ્રકારનાં અનાથ બાળકો કદાચ 500 થઈ જાય તોપણ તેમને વ્યવસ્થિત સાચવીને માબાપનો સંપૂર્ણ પ્રેમ આપવાની તેમની તમન્ના છે.અત્યારે તેમનો આશ્રમ ભાડાના મકાનમાં ચાલે છે.ભવિષ્યમાં કોઈ સારી મોટી જગ્યા દાનમાં કે સરકારી રાહે મળે તો મોટું બિલ્ડિંગ બનાવી બાળકોને વધારે સારી રીતે સાચવવાની તેમની ભાવના છે.તેમનું જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સુરાણા તાલુકો દિયોદરના નામે ચાલે છે.હાલમાં તેમાં માત્ર ત્રણ જ ટ્રસ્ટીઓ છે.મુબઈ રહેતા કચ્છના સેવાભાવી લોહાણા અગ્રણી નિલેશભાઈ દાવડા આ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સલાહકાર છે.લલીતભાઈ જરૂરિયાતમંદ બાળકો તેમજ પરિવારોને શિક્ષણકીટ તેમજ રાશનકીટ પણ પહોંચાડે છે.અમદાવાદના કૌશલભાઈ રાજુભાઈ જોષી તેમજ મુંબઈના અધિકરાવ બાબુરાવ પવાર એમ બેઉનો પણ તેમને સારો સાથ સહકાર છે.
તેમના ગુરૂજી અદ્શ્ય કાર્ડ સિદ્ધેશ્વર મહારાજ કોલ્હાપુર નજીક આવેલ કનેરી મઠ ખાતે બિરાજમાન છે.કનેરી મઠ 500 એકર જગ્યામાં આવેલો છે.આ મઠમાં હોસ્પિટલ, ગૌશાળા,ભોજનશાળા,ઓલ્ડ ભારત મ્યુઝિયમ, અતિથિ ભવન, ગુરૂકુળ વિગેરે છે.કોલ્હાપુરથી અંદાજે 12 કિલોમીટર દૂર આવેલો આ આશ્રમ સતત સત્કાર્યો અને સેવાપ્રવૃતિઓથી ધમધમતો રહે છે.લલીતભાઈ ગુજરાતી, હીંદી,મરાઠી એમ ત્રણેય ભાષાઓ ખૂબ જ સારી રીતે જાણે છે.અનેક મુશ્કેલીઓ અને સંઘર્ષોમાંથી પસાર થયેલ લલીતભાઈ એમ માને છે કે મારો આશ્રમ સ્વયં ભગવાન દ્વારકાધીશ જ ચલાવે છે.વારતહેવારે સારા, સજ્જન,સમજુ, સેવાભાવી માણસોનો સહકાર મળતો જ રહે છે.તિથિ ભોજન માટે લોકોનો સ્વયંભૂ સહકાર મળે છે.દેલવાડા રોડ ઉપર બનાસ હોસ્પિટલ દિયોદરની આગળના ભાગે આવેલો આ આશ્રમ જોવાલાયક,જાણવાલાયક અને સંતોષ થાય તો શક્ય તેટલી વધુ મદદ કરવા લાયક છે.કોઈપણ પ્રકારની સરકારી મદદ મળતી નથી છતાં પણ લોક સહકારથી તેમજ મકકમ મનોબળથી લલીતભાઈ જોષી ભાંગેલાનો ભેરૂ બનીને અનાથ બાળકોને ખૂબ જ લાગણી અને પ્રેમથી સાચવે છે.
વર્તમાન હળાહળ કળિયુગમાં સેવા અને સ્મરણ બે મોટાં કરવા જેવાં કામ છે.પરમાત્માએ કંઈક આપ્યું હોય અને ઉપર નથી લઈ જવાનું એ નક્કી જ હોય તો આવા સેવાભાવી માણસોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન આર્થિક સહકાર આપી પરમપિતા પરમાત્માનો રાજીપો અને આશીર્વાદ મેળવવા જેવા છે.આ લેખ વાંચી 151 લક્ષ્મીપુત્રો લલીતભાઈને ફોન કરી અભિનંદન, આશીર્વાદ તેમજ સધિયારો આપશે તો તેમની હિંમત અને કામ કરવાના ઉત્સાહમાં જબરદસ્ત વધારો થશે.આપણો સનાતન હિંદુ સમાજ સેવાના મજબૂત થાંભલા ઉપર જ ટકેલો છે.આ લેખ વાંચીને 21 જણને ફોરવર્ડ પણ કરજો. આંગળી ચિંધ્યાનું પૂન્ય મળશે.આવો આપણે સૌ સાથે મળીને લલીતભાઈના સત્કાર્યને વંદન કરીએ, અભિનંદન આપીએ, શુભેચ્છાઓ પાઠવીએ અને બની શકે તેટલો વધારે સહકાર આપીએ….
‌ભગવાનભાઈ બંધુ
ડીસા -ગુજરાત
મોબાઈલ:9825638643

Related posts

*HELLO MORBI;મોરબી ના લાલપર ગામની સીમમાં પ્રિયા ગોલ્ડ કારખાનાની મજુરોની ઓરડીમાંથી એક ઇસમને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*મધ્યાહન ભોજન યોજના કર્મીઓને મૃત્યુ સહાય આપવા માંગ કરાઈ*  

Hello Morbi

*કોગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની ઈડી દ્વારા ખોટી રીતે થતી હેરાન ગતિના વિરોધમાં ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસના ધરણા*

Hello Morbi

Leave a Comment