• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-News

ચકમપર-જીવાપર વચ્ચે ઘોડાધ્રોઇ નદીમાં બ્રિજનું કામ તાકીદે શરુ કરવાની માંગ

મોરબી : ચકમપર-જીવાપર વચ્ચે આવેલ ઘોડાધ્રોઇ નદીમાં રસ્તાને જોડતો નવા પુલનું કામ ચાલુ કરવા બાબતે ચકમપર ગ્રામ પંચાયતના સરપંચ પરષોતમ ગાંડુભાઈ દ્વારા મોરબી જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે ચકમપર-જીવાપરના રસ્તામાં જે ઘોડાધ્રોઇ નદી આવેલ છે. તે નદીમાં ચોમાસા દરમ્યાન પડતી હાલાકીના કારણોસર ઊંચો બ્રિજ બનાવવા માટે આશરે દસેક મહિના પહેલા એટલે કે લોકડાઉન પહેલા નદીમાં જે બેઠો પુલ હતો તેને તોડી નાખવામાં આવેલ છે. અને બાજુમાં વાહનોની અવરજવર માટે નદીમાં પાણી છોડવાના કારણોસર નદીમાં આવેલ ડાયવર્ઝન ધોવાણ થઇ જવાથી ચકમપર ગામના લોકો તેમજ અન્ય ગામના લોકો (દેવડીયા, ઈશ્વરનગર)ને મોરબી પહોંચવા ફરીને જવું પડતું હોવાથી ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. તેમજ ચોમાસા પછી પણ તંત્ર દ્વારા કંઈક ધ્યાન આપવામાં આવેલ નથી. આથી, હાલમાં ગામલોકો દ્વારા ડાઇવર્ઝન રિપેર કરવામાં આવેલ છે.

વધુમાં, તંત્ર દ્વારા હજુ સુધી નવા પુલનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી. જો આવતા ચોમાસા પહેલા આ કામ પૂરું નહીં કરવામાં આવે તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ગામલોકોના જણાવ્યા અનુસાર આ કામ તાત્કાલિક અસરથી ચાલુ નહીં કરવામાં આવે તો ગામલોકો દ્વારા કલેકટર કચેરીએ ઘણા કરવામાં આવશે. જેની જવાબદારી કલેકટરની રહેશે. તો કોરોના કાળની વિપરીત પરિસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કોઇ નક્કર કાર્યવાહી કરી કામ શરૂ કરવામાં આવે અને ગામ લોકોની સુખાકારી માટે ચોમાસા પહેલા આ કામ પૂરું કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

Related posts

*ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આગામી ૨૦૨૩ ના જાન્યુઆરી માસમાં યોજવામાં આવશે*

Hello Morbi

*જોડિયાના લીંબુડા ગામે આશિક લોક ડાઉન નો નિર્ણય લેવાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે દર માસ ની ૪ તારીખે યોજાતા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ની વર્ષ ૨૦૨૪ ની યાદી ખુલ્લી મુકવા માં આવી.*

editor

Leave a Comment