• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારાના જીવાપર ગામની સીમની વાડીમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

હોળી, ધુળેટીના તહેવાર દરમ્યાન ટંકારા તાલુકાના જીવાપર ગામની સીમમાં વાડીમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ આગામી હોળી, ધુળેટીના તહેવાર અનુસંધાને રાજકોટ રેન્જમાં ગેરકાયદેસરની પ્રવૃતિ નેસ્તનામુદ કરવા તેમજ ઇંગ્લીશ દારૂ, હથિયાર ધારાના કેશો શોધી કાઢવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન દરમ્યાન અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડા સાહેબ વાંકાનેર વિભાગ નાઓ તરફથી ઇંગ્લીશ દારૂની પ્રવૃતિ આચરતા ઇસમો પર વોચ રાખી ઇંગ્લીશ દારૂના વધુને વધુ કેશો શોઢી કાઢી ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ શ્રી કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનાઓ ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. ખાતે હાજર હતા. દરમ્યાન અમોને ખાનગી બાતમીરાહે ચોકક હકિકત મળેલ કે, ગિરીષભાઇ સંઘાણી રહે. હરબટીયાળી તા.ટંકારા જી.મોરબી વાળાએ જીવાપર ગામની સીમ સ્લોગન કારખાનાની બાજુ વાળા રસ્તે કુવાવાળી વાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. જે હકિકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેના મુદામાલ સાથે એક આરોપી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીંશ દારૂની નાની મોટી વ્હીસ્કી બોટલો નંગ-૮૩ કી.રૂ. ૩૩,૨૨૧/- તથા ક્રીંગ ફીસર બીયર ટીન નંગ-૯૩ કી.રૂ. ૧૧,૪૩૯/- મળી કુલ કી.રૂ. ૪૪,૬૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૪૯,૬૬૦/- ના મુદામાલ સાથે મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.> પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) ગિરીશભાઇ નરશીભાઇ સંઘાણી જાતે પટેલ ઉ.વ.-૪૫ રહે.હરબટીયાળી ગામ તા-ટંકારા જી-મોરબી> પકડાયેલ મુદામાલની વિગત –
(૧) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હિસ્કી ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૩ ની કિ.રૂ.૭,૫૨૫/-
(૨) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪ ની કિ.રૂ.૧૬,૭૦૪/-
(૩) મેકડોવેલ્સ નં-૦૧ ઓરીજીનલ બ્લેન્ડ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૬ ની કિ.રૂ.૮,૯૯૨/-
(૪) ૫૦૦ કીંગફીશર સ્ટ્રોંગ બીયર ૫૦૦ એમ.એલ. ટીન નંગ-૯૩ ની કિ.રૂ.૧૧,૪૩૯/-
૫) મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫,૦૦૦/-મળી કુલ કી.રૂ.૪૯,૬૬૦/- નો મુદામાલ કબજે કરેલ છે.- કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :-પોલીસ ઇન્સેકટરશ્રી કે.એમ.છાસીયા તથા ASI ભાવેશભાઇ વરમોરા
HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC તેજાભાઇ ગરચર, પંકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*હડીયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન કેમ્પ સફળતા પૂર્વક યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં મિશન લાઇફ (લાઇફ સ્ટાઇલ ફોર એન્વાર્યમેન્ટ) અંગેની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવલદાન ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઇ*

editor

*HELLO MORBI:નવનિર્માણ વિદ્યાલય – મોરબી ખાતે પ્રજસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment