• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે મોરબી ખાતે યોગ શિબિર યોજશે*

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે તેમજ “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મૂકત ગુજરાત અભિયાન” અંતર્ગત “કાઉન્ટ ડાઉન યોગ શિબિર” નું આયોજન મોરબી ખાતે નીચે જણાવેલ વિગતે થયેલ છે.
યોગ શિબિર તા. 27/05/2025
સમય: સવારે 5:30 થી 7:30
સ્થળ: પટેલ કન્યા છાત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે.
ઉપરોકત યોગ શિબિર દ્વારા IDY International Day of Yog ના “કોમન યોગ પ્રોટોકોલનું પશિક્ષણ” અને Obesity મેદસ્વીતા, શરીરમાં જરૂર કરતા વધારે ચરબી ધરાવતા લોકોને, અન્ય વધુ રોગો થતા અટકાવવા કરવાના થતા યોગ અભ્યાસની માહિતી, પેક્ટિકલ દ્વારા રજૂ કરવામાં આવનાર છે.
મોરબી જિલ્લાના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલ યોગ કોચ, યોગ ટ્રેનર, નિઃશુલ્ક યોગવર્ગના યોગ સાધકો અને વિવિધ સંસ્થાઓઓના મિત્રો સાથે સહપરિવાર અને મિત્રો સાથે યોગ શિબિરમાં જોડાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આમંત્રણ પાઠવે છે.
રજિસ્ટ્રેશન, નીચે આપેલ લિંક દ્વારા ઓનલાઇન તેમજ સ્થાન પર કાર્યક્રમ સમયે રૂબરૂમાં કરી યોગ શિબિર માં ભાગ લઈ “સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત” અભિયાનને સફળ કરવા અમૂલ્ય યોગદાન જરૂરથી આપીશું.
રજિસ્ટ્રેશન લિંક:
https://forms.gle/Vx78zmfr9jkb6DY48

Related posts

*ફકીર સમાજની 15 વર્ષની અલફિશા બાનું એ પવિત્ર રમજાન માસમાં રોજા કર્યા*

Hello Morbi

*ધ્રોલ તાલુકામાં ધ્રોલ અને જાલીયાદેવાણી સેજામાં મોટા ઈટાળા ખાતે અતિ કુપોષિત બાળકો ના આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો*

Hello Morbi

*આઝાદીકા અમૃત મહોત્સવ નિમિતે ડીસા જલારામ મંદિરે કરવામાં આવી શાનદાર ઉજવણી*

Hello Morbi

Leave a Comment