• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ઉમિયા સર્કલથી દલવાડી ચોકડીનો ડાબી બાજુનો રોડ બનાવવા સિરામિક એસો.ની મ્યુનિ.કમિશનરને રજુઆત*

મોરબી : તા ૧૫ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી
ચોકડીનો ડાબી બાજુનો રોડ બનાવવાનો બાકી હોય જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી થઈ રહી છે. જેથી મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશનરને રજુઆત કરવામાં આવી
આ રજુઆતમાં સિરામિક એસો.ના પ્રમુખો મનોજભાઈ એરવાડિયા, હરેશભાઈ બોપલીયા, સંદીપભાઈ કુંડારિયા, અજયભાઈ મારવાણીયાએ જણાવ્યું છે કે, ઉમિયા સર્કલથી દલવાડી ચોકડી વાળા રસ્તા પર સવાર અને સાંજના સમયે મોટા પ્રમાણમાં ટ્રાફિક રહે છે. જેના કારણે ટ્રાફિક નિયમન જળવાતું ન હોય અવાર નવાર અકસ્માતની પરિસ્થિતિ સર્જાય છે.

આ રોડ પરથી સવાર / સાંજ મોરબી તથા આજુબાજુ ગામડાઓના નાગરિકો તથા સીરામીક ઉદ્યોગકારો પસાર થાય છે. જેના કારણે કલાકો ટ્રાફિકના રસ્તામાં વેડફાઈ જાય છે. રોજે રોજની આ પરેશાનીથી મોરબી શહેરના નાગરિકો તથા સીરામીક ઉદ્યોગપતિ તથા સાથે સંકળાયેલા સૌ કોઈ ત્રાસી જાય છે. ત્યારે આ પ્રશ્નના ઉકેલ માટે ત્વરિત આ આ રોડનું કામ ચાલુ કરવા માંગ કરવામાં આવી છે.

Related posts

*વાહ ખરા પ્રજાના રક્ષક તરીકે જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ની જય હો…*

Hello Morbi

*HELLO MORBI NEWS: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જિલ્લા જેલ ભાવનગર હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*થરા ખાતે સદગુરૂ સાધના કેન્દ્ર દ્રારા યોજાયો સત્સંગ કાર્યક્રમ* 

Hello Morbi

Leave a Comment