• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ મંદિર ડીસા ખાતે લોહાણા પ્રતિભાઓનું કરવામાં આવેલ સન્માન*

જલારામ મંદિર ડીસા ખાતે લોહાણા પ્રતિભાઓનું કરવામાં આવેલ સન્માન
ડીસાનાં રંજનબેન પ્રમોદભાઈ દામુભાઈ ચોકસીની લાડકવાયી દીકરી જોયસી એમ.બી.બી.એસ પૂર્ણ કરી ડોક્ટર બનતાં જલારામ મંદિર ડીસા ખાતે સહપરિવાર દર્શન તેમજ આશીર્વાદ માટે પધારતાં તેનું કંકુતિલક,ફૂલછડી,સાલ તેમજ જલારામ દર્શન ગ્રંથથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.આ શુભ અવસરે અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરના પ્રમુખ મહેશભાઈ મુલાણી તેમજ એમ.ડી.રાયચંદભાઈ ઠક્કર પધારતાં તેમનું પણ ફૂલવડી,સાલ તેમજ જલારામ દર્શન ગ્રંથથી ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
જલારામ મંદિર ડીસાના પ્રમુખ કનુભાઇ આચાર્યે તેમજ ઉપપ્રમુખ ભગવાનભાઈ બંધુએ સૌનું શાબ્દિક સ્વાગત કરી આવકાર આપ્યો હતો.સન્માનિત થયેલ મહેશભાઈ મુલાણી, રાયચંદભાઈ ઠક્કર અને ડો.જોયસી ઠકકરે એમના પ્રતિભાવ આપ્યા હતા.સમાજ અગ્રણી દીલીપભાઇ રતાણીએ આભારવિધિ કરી હતી.આ શુભ અવસરે દામુભાઈ ચોકસી,આનંદભાઈ પી ઠક્કર, દિનેશભાઇ ચોકસી, કલ્પેશભાઈ -લાલાભાઈ ઠક્કર, રમણીકભાઈ મજેઠીયા, ગણપતભાઈ અખાણી, હિતેશભાઈ સોનપાલ, દેવચંદભાઈ એન ઠક્કર, કનુભાઈ તૃપ્તિવાળા, ગોવિંદભાઈ રાવળ, જલારામભાઈ દેવવાળા, શશીકાંતભાઈ ત્રિવેદી,મનુભાઈ ઠક્કર , ધર્મેશભાઈ ઠક્કર, કનુભાઈ ગોકલાણી,મહેશભાઈ ઠક્કર, હરેશભાઈ, હસમુખભાઈ ચૌહાણ,પીન્કીબેન ચોકસી, રીટાબેન ઠક્કર, નિર્મળાબેન ઠક્કર , વર્ષાબેન ત્રિવેદી સહિત ખૂબ સારી સંખ્યામાં જલારામ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાંથી ગે.કા. એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન* *સાથે એક ઇસમને કુલ કિ.રૂ. ૧,૦૮,૫૨૫/-ના મુદામાલ સાથે પકડી પાડતીક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI NEWS:જામનગર જિલ્લાના છેવાડાના ગામ સુધી કૃષિ જાગરણ યાત્રા પહોંચશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ડેન્ટલ કેમ્પ યોજાયો*

editor

Leave a Comment