• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પ્રોફેસર ડો.ધવલ પૂજારાની અદાણી યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર તરીકે કરવામાં આવી નિમણૂંક*

પ્રોફેસર ડો.ધવલ પૂજારાની અદાણી યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર તરીકે કરવામાં આવી નિમણૂંક
પ્રોફેસર ધવલ પુજારા એક પ્રતિષ્ઠિત શિક્ષક અને સક્રિય સંશોધક છે. તેમણે ભારતની અગ્રણી શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓમાં લગભગ ૩ દાયકાનો અનુભવ મેળવ્યો છે. હાલમાં તેઓ અદાણી યુનિવર્સિટી, અમદાવાદ માં પ્રો-વૉસ્ટ (વાઇસ ચાન્સેલર) તરીકે જોડાયા છે.તેઓએ એસ.પી. યુનિવર્સિટી માંથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં બી.ઇ., આઈ.આઈ.ટી., રૂરકી માંથી માઇક્રોવેવ અને રડાર એન્જિનિયરિંગમાં એમ.ટેક., અને ઈ.એસ.આર.ઓ., અમદાવાદમાં ડોક્ટરેટ અભ્યાસ પૂર્ણ કર્યો છે.

તેઓએ નિરમા યુનિવર્સિટી અને પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીમાં અનેક અગત્યની શૈક્ષણિક અને પ્રશાસનિક ભૂમિકાઓ ભજવી છે.જેમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્વક શિક્ષણ અને સંશોધન માટે અનેક નવી પહેલો સામેલ છે.

પ્રોફ. પુજારા ૧૦૦ થી વધુ સંશોધન પેપર્સના લેખક છે, સાત પી.એચ.ડી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે .તેઓ અનેક આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત થયા છે. તેઓ વિદ્યાર્થીઓ અને સહકર્મીઓ માટે પ્રેરણાનું સ્ત્રોત છે.તાજેતરમાં જ તેમની અદાણી યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂંક થતાં ડો.પ્રીતિબેન અદાણીએ તેમનું અદાણી યુનિવર્સિટીમાં ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.લોહાણા મહાપરિષદન પ્રમુખ સતીષભાઈ વિઠલાણી તેમજ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુએ પ્રોફેસર ધવલ પૂજારાને ટેલિફોનીકલી અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.આગામી દિવસોમાં ડીસા ખાતે તેમનું રામાયણ ઉપર પ્રવચન પણ રાખવામાં આવનાર છે.

Related posts

*HELLO MORBI:મોરબીના રાજ્ય એવોર્ડ વિજેતા શિક્ષકનુ થયું 54મુ સન્માન*

editor

*HELLO MORBI: આગામી ૨૫ મે ના રોજ હળવદ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

મોરબી માળીયા મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા વિકાસ લક્ષી કાર્ય માટે લોક સંપર્ક શરૂ કર્યુ

Hello Morbi

Leave a Comment