• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ મંદિર ડીસા ખાતે સી.એસ.સંસ્કૃતિ કારિયા/ઠક્કરનું કરવામાં આવેલ સન્માન*

જલારામ મંદિર ડીસા ખાતે સી.એસ.સંસ્કૃતિ કારિયા/ઠક્કરનું કરવામાં આવેલ સન્માન
ડીસા નગરની ખૂબ જ હોનહાર, તેજસ્વી, ઓજસ્વી દીકરી ચિરંજીવી સંસ્કૃતિ કારિયાએ તાજેતરમાં જ ખૂબ જ અઘરી એવી કંપની સેક્રેટરીની પરિક્ષા પાસ કરી સી.એસ.ની પદવી હાંસલ કરેલ છે.આ દીકરી પૂજ્ય જલારામ બાપાના મંદિર ડીસા ખાતે દર્શન તેમજ આશીર્વાદ માટે પધારતાં તેનું ફૂલછડી તેમજ સાલથી દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.તાજેતરમાં જ અમદાવાદ ખાતે લોહાણા મહા પરિષદના ઉત્સાહી, સક્રિય ,કુશળ પ્રમુખ સતીષભાઈ વિઠલાણી અને ટીમ દ્વારા સંસ્કૃતિ ઠક્કરનું રૂપિયા 25000 પચીસ હજારના પુરસ્કાર તેમજ સન્માનપત્ર થકી અમદાવાદ ખાતે ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું.
જલારામ મંદિર ડીસા ખાતે કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, ચંદુભાઈ એટીડી તેમજ કમલેશભાઈ રાચ્છે પોતપોતાના શાબ્દિક ઉદબોધન દ્વારા સંસ્કૃતિને અભિનંદન, આશીર્વાદ આપી તેની પ્રગતિ માટે અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.ચિરંજીવી સંસ્કૃતિએ પણ તેની સફળતા માટે માબાપ, પરિવાર, પરમાત્માનો આભાર માની તેનું સન્માન કરવા બદલ જલારામ મંદિર ડીસાના સૌ સેવકો પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રેરણાદાયી અવસરે ગણપતભાઈ અખાણી, નાનાલાલ ભીલડીવાળા,દીલીપભાઇ રતાણી,પ્રવિણભાઈ કતીરા, કનુભાઈ ગોકલાણી,કિસન કારિયા, પ્રકાશભાઈ કાનાબાર, નીરવભાઈ ખત્રી સહિત ખૂબ સારી સંખ્યામાં જલારામ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સૌએ મહાઆરતીમાં જોડાઈ બુંદી ગાંઠિયા પ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

*આંખના રોગોની સેવા માટે ગુજરાતમાં ડંકો વગાડનાર સેવાભાવી ડો. રમણીકભાઇ મહેતા 79 વષૅ અવસાન પામ્યા*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ‘ઓપરેશન શિલ્ડ’ અન્વયે આજે સાંજે ૧૭:૦૦ કલાકે મોકડ્રીલ અને રાત્રે ૦૮:૦૦ થી ૦૮:૩૦ બ્લેક આઉટ કરાશે*

editor

*મોરબી પરિણીતાના ઘરસંસાર અને તૂટતા બચાવી 181 અભયમ*

Hello Morbi

Leave a Comment