• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસામાં પૂજ્ય શ્રધ્ધા ગોપાલ દીદીજીની રાત્રિ ગૌ ભાગવતકથા માટે શરૂ થયેલ તડામાર તૈયારીઓ*

ડીસામાં પૂજ્ય શ્રધ્ધા ગોપાલ દીદીજીની રાત્રિ ગૌ ભાગવતકથા માટે શરૂ થયેલ તડામાર તૈયારીઓ
ગૌમાતાઓની રક્ષા હેતુ તારીખ 17-11-2025 સોમવારથી તારીખ 23-11-2025 રવિવાર સુધી રોજ રાત્રે 8=00 થી 11=00 સુધી હવાઈ પીલ્લર મેદાન ડીસા ખાતે પૂજ્ય શ્રધ્ધા ગોપાલ દીદીજીની રાત્રિ ગૌ ભાગવતકથાનું દિવ્ય અને પવિત્ર આયોજન શ્રી ગૌસેવા સમિતિ બનાસકાંઠા તેમજ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા કરવામાં આવેલ છે.
ડીસા તેમજ બનાસકાંઠાના ગૌપ્રેમીઓ તેમજ સનાતની હિંદુઓ ખૂબ મોટી સંખ્યામાં આ કથામાં ઉપસ્થિત રહી કથાનું રસપાન કરી શકે તે માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગયેલ છે.કથાની સફળતા માટે ગૌરક્ષક સંતો લાલાવાડાના પૂજ્ય રવિશરણાનંદજી મહારાજ,ટેટોડા રાજારામ ગૌધામના પૂજ્ય રામરતનજી મહારાજ તેમજ જૂનાડીસાના પૂજ્ય ભરતપુરી મહારાજની પાવન ઉપસ્થિતિમાં પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની ગૌશાળા ખાતે અંદાજે 200 જેટલા કાર્યકર ભાઈઓ બહેનોની અગત્યની બેઠક મળી હતી.આ મીટીંગમાં ડીસા નગરની વિવિધ સામાજિક, શૈક્ષણિક, સેવાકીય, સહકારી, ધાર્મિક,વૈપારિક સંસ્થાઓના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગમાં સર્વ ગણપતભાઈ ભાટી, ભગવાનભાઈ બંધુ, શશીકાંતભાઈ ડી ઠક્કર, પ્રકાશભાઈ માળી, બલરામજી ચૌધરી, કમલેશભાઈ રાચ્છ, શિલ્પાબેન ઠક્કર,પૂજાબેન ઠક્કર,ઉતમભાઈ, હસમુખભાઈ મજેઠીયા, ભૂપતભાઈ, ભરતભાઈ ભાવિક,બળદેવભાઇ રાયકા, મણીભાઈ પટેલ -શેઠ ,માધુભાઈ પ્રજાપતિ,તારાચંદભાઇ મજેઠીયા, હિતેશભાઈ સોનપાલ,મહેશભાઈ મનવર, પરેશભાઈ પ્રજાપતિ સહિત વિવિધ ગૌપ્રેમીઓએ પોતપોતાનાં વકતવ્યો તેમજ સૂચનોના માધ્યમથી કથાની સફળતા માટે માર્ગદર્શન આપ્યું હતું.કથા દરમિયાન થતી તમામ આવક ટેટોડા ખાતે નિર્માણ પામી રહેલ જલિયાણ ગૌમાતા હોસ્પિટલમાં અર્પણ કરાનાર છે.
આ કથાની સફળતા માટે ડીસા નગરની તમામ સોસાયટીઓમાં સંપર્ક કરવા સ્વયંસેવકોએ સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી હતી.આ કથા ઐતિહાસિક બની રહે તે માટે સૌએ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.આગામી દિવસોમાં બાઈક રેલી તેમજ કથાના પ્રથમ દિવસે શોભાયાત્રા માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું. મીટીંગ બાદ સૌ માટે ગૌવ્રતી ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ:(મોટા દહીંસરા) ચુનીલાલ કેશવલાલ પૂજારાનું દુઃખદ અવસાન:બેસણું સાદડી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટમાં લઘુ અખબારોના આગામી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આપશે હાજરી: પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીમંડળની લીધી શુભેચ્છા મુલાકાત*

editor

*HELLO MORBI:મોરબી શહેર તને નર્કાગાર બનાવનાર નગરપાલિકા જ્યારે જાગશે.પ્રજા પરેશાન છે. રોગચાળો ફાટી નીકળે ત્યારે જાગશે ?કોગ્રેસ*

editor

Leave a Comment