• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વર્ષ 𝟐𝟎𝟐𝟔 ના પ્રથમ ગુરૂવારે ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

વર્ષ 2026 ના પ્રથમ ગુરૂવારે ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ
સમગ્ર વિશ્વમાં વર્ષ 2026 ને વિવિધ રીતે આવકારી ઉજવણી કરવામાં આવેલ.ડીસા નગરમાં વર્ષ 2026 ના પ્રથમ દિવસે જોગાનુજોગ ગુરૂવાર હોઈ શ્રીમતી અનસોયાબેન રમેશકુમાર રઘુરામભાઈ ઠક્કર સ્વાતિવાળા પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન રાખવામાં આવ્યાં હતાં.ભજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં જલારામ ભક્તો -હરિભકતો-ગૌભકતો પધારતાં ભજનની અભૂતપૂર્વ રમઝટ જામી હતી.
આ પ્રેરણાદાયી અવસરે ડીસા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલ અમદાવાદ રહેતા રમેશભાઇ ઠક્કર સ્વાતીવાળાના આગ્રહપૂર્વકના આમંત્રણને માન આપી પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજ,રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઇ અનાવાડિયા, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ,ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઇ બુલચંદભાઈ ઠક્કર, ડીસા શહેર ભાજપના પ્રમુખ ડો.વર્ષાબેન પટેલ, મહામંત્રી રમેશભાઈ મેવાડા, મંત્રી ચેતનાબેન ઠક્કર, પૂર્વ મહામંત્રીઓ કનુભાઈ જોષી, અશોકભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર,ભાજપ અગ્રણીઓ દીલીપભાઇ ઠરિયાણી, ભવાનભાઈ પ્રજાપતિ, શાંતિલાલ પંચાલ ,જયાબેન શ્રોફ, લાલાભાઈ ત્રિભોવનદાસ ઠક્કર, શારદાબેન કાનાબાર,ચિત્રોડાના અગ્રણી રાણાભાઈ દેસાઈ સહિત અંદાજે 400 જેટલા સનાતની હિંદુઓએ ભજનમાં હાજરી આપી નિજાનંદ અને પરમ શાંતિનો સુખદ અહેસાસ કર્યો હતો.
શ્રીમતી અનસોયાબેન રમેશકુમાર રઘુરામભાઈ ઠક્કર પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હૈયું જાહેરાત કરતાં રૂપિયા 1,90,000 એક લાખ નેવુ હજાર જેવી ગૌસેવા એકત્ર થઇ હતી.આગામી 390 મા ગુરૂવારનાં ભજન શ્રીનાથ બંગ્લોઝ ખાતે રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.રમેશભાઈ ઠક્કરે સૌ પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.

Related posts

*HELLO MORBI: સ્થળાંતરીતો માટે બનેટાઈમ ભોજન વ્યવસ્થા કરી આપવા મોરબી જલારામ પ્રાર્થના મંદિર તૈનાત*

editor

*HELLO MORBI: મોરબી: મોરબી ભડીયાદ રોડ પર જરૂરી કાગળો સાથે પીળા કલરની થેલી પડી ગયેલ છે તો કોઈને મળી હોય તો જાણ કરવા વિનંતી*

editor

*મોરબીના રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યકમ યોજાયો*

Hello Morbi

Leave a Comment