• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

બાયોટેકનો દાવો, કોરોના વાયરસના નવા સ્ટ્રેનના મ્યૂટેશનને ખતમ કરનારી વેક્સિન 6 સપ્તાહમાં બની જશે

કોરોના વાયરસના બદલાયેલા રૂપને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. તેમાં એક સવાલ તે પણ છે કે શું કોરોનાની હાલની વેક્સિન કોવિડ-19ના બદલાયેલા સ્વરૂપ સામે લડવા માટે સક્ષમ છે કે નહીં?

નવી દિલ્હીઃ કોરોના વાયરસના નવા સ્ટ્રેન (બદલાયેલુ રૂપ)એ વિશ્વમાં ડર ઉભો કરી દીધો છે. ઘણા દેશોએ પોતાની સરહદો સીલ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે પણ કોરોના વાયરસના આ નવા ખતરાનો સામનો કરવા માટે રણનીતિ તૈયાર કરી લીધી છે. આ વચ્ચે બાયોટેક (BioNTech)એ સારા સમાચાર આપ્યા છે. બાયોટેકે દાવો કર્યો છે કે તે કોરોના વાયરસ મ્યૂટેશનને ખતમ કરનારી વેક્સિન છ સપ્તાહમાં બનાવી શકે છે. તેથી લોકોએ ડરવાની જરૂર નથી.

હકીકતમાં કોરોના વાયરસના બદલાયેલા રૂપને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. તેમાં એક સવાલ તે પણ છે કે શું કોરોનાની હાલની વેક્સિન કોવિડ-19ના બદલાયેલા સ્વરૂપ સામે લડવા માટે સક્ષમ છે કે નહીં? પરંતુ નિષ્ણાંતો પ્રમાણે હાલની વેક્સિન કોરોનાના આ બદલાયેલા સ્વપૂરથી લડવામાં સક્ષમ છે.

સીએસઆઇઆરના ડીજી ડોક્ટર શેખર માંડેનું કહેવુ છે કે, સામાન્ય રીતે માનવામાં આવે છે કે વેક્સિન વાયરસથી કોઈપણ ઉત્પરિવર્તન સામે લડવા માટે છે, કારણ કે આ સામાન્ય ઉત્પરિવર્તન છે. શરીરમાં પેદા થનારા એન્ટીબોડી સંપૂર્ણ વાયરસ વિરુદ્ધ હોય છે. સિદ્ધાંત રૂપમાં વેક્સિન ઉત્પરિવર્તિત વાયરસ વિરુદ્ધ પ્રભાવી હશે.

કોરોના વાયરસની વેક્સિન બનાવનારી કંપનીઓ હજુ સુધી તે વાતનો સ્પષ્ટ જવાબ આપી શકી નથી કે શું તેની રસી વાયરસના બદલાયેલા સ્વરૂપ સામે લડવામાં સક્ષમ છે? BioNTech કંપનીના સહ-સંસ્થાપક ઉગર સાહિનનું કહેવુ છે કે વૈજ્ઞાનિક રૂપથી તે વાતની સંભાવના ખુબ વધુ છે કે આ વેક્સિનની પ્રતિરક્ષા ક્ષમતા વાયરસના બદલાયેલા સ્વરૂપનો પણ સામનો કરી શકે છે.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ મળશે રૂ. ૧,૨૦,૦૦૦ ની સહાય*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસા ખાતે ફોનબુક મોબાઈલ શોરૂમની શુભેચ્છક ગ્રુપે મુલાકાત લઈ આપ્યા આશીર્વાદ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આરટીઓ મોરબી દ્વારા માર્ગ સલામતિ માસ અંતર્ગત માર્ગસલામતી સેમિનાર યોજાયો*

editor

Leave a Comment