• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સલામતી એજ ઉપાય ઉતરાયણ નિમિતે પ્રજાજોગ સલામતી સંદેશ*

ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા ઉત્તરાયણ નિમિતે પ્રજાજોગ સલામતી સંદેશ આપી જાગૃતિ ફેલાવવાનો નવતર પ્રયાસ હાથ ધર્યો છે. ઉત્તરાયણના દિવસે ધ્યાન રાખવા જેવી બાબતોનો ઉલ્લેખ કરી સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.

 

પી.જી.વી.સી.એલ. દ્વારા આપવામાં આવેલ પ્રજાજોગ સલામતી સંદેશ

 

પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારામાં ફસાઈ જાય ત્યારે તેને લેવા માટે થાંભલા પર ચઢસો નહીં. વિજળીના તાર કેબલને અડકશો નહીં. વીજળીના વાયર કે તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહી કેમ કે તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતાં મોટા ધડાકા થવાની, તાર તુટી જવાની અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો (ઉપકરણો) બળી જવાની સંભાવના રહે છે. થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે કે તાર લોખંડના સળીયાનો ઉપયોગ જીવલેણ નીવડી શકે છે. ધાતુના તાર કે મેગ્નેટીક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહી, તેમ કરવાથી વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માતની સંભાવના છે. નજીવી કિમતના પતંગ માટે આપની અણમોલ કિમતી જીંદગી જોખમમાં ના મુકાય તેનો ખ્યાલ રાખવો. ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહી. તેનાથી વીજળીના વાયર કપાઈ શકે છે. જેથી અંધારપટ તેમજ વીજ અકસ્માત થઈ શકે છે. વીજવાયરો પસાર થતાં હોય તેની નજીકથી પતંગ ઉડાડાશો નહી.

Related posts

*ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતના સ્થાપના દિવસે ‘મારું ગામ-કોરોના મુક્ત ગામ’ બને તે માટે રાજ્યવ્યાપી અભિયાનનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી શુભારંભ*. 

Hello Morbi

*હોમ આઈસોલેશનના દર્દીઓને રેમડીસીવર નહિ અપાઈ : મોરબી જિલ્લા કલેક્ટરની ફરી સ્પષ્ટતા*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાના રામપરા અભયારણ્યની મુલાકાત લેતા વન પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા*

editor

Leave a Comment