• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારાના લજાઈ ગામે કૂવામાં પડી જતા આધેડનું મોત ટંકારા પોલીસે તપાસ હાથ ધરી*

ટંકારા: તાલુકાના લજાઇ ગામે વાડીના કુવા નજીક મુકેલી મોટર ચાલુ કરવા માટે જતા અકસ્માતે કૂવામાં પડી જતા આધેડનું જતાં મોત નિપજ્યું છે. બનાવની જાણ થતાં મૃતકના બોડીને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

 

બનાવની પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના લજાઇ ગામ પાસે આવેલ લીંબાભાઇ પરસોત્તમભાઇ મસોતની વાડીએ 50 વર્ષીય રમેશભાઈ પરસોત્તમભાઈ કગથરા વાડીએ કૂવાના કાંઠે મુકવામાં આવેલ પાણીની મોટર ચાલુ કરવા માટે ગયા હતા. ત્યારે અકસ્માતે કુવાની અંદર પડી જતાં પાણીમાં ડૂબી જવાથી રમેશભાઈ કગથરાનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું.                    આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને રમેશભાઈના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આઈ. ટી. જામે હાથ ધરી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વાંકાનેર સીટી પો.સ્ટે.ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતીએલ.સી.બી.મોરબી*.

editor

*મોરબીના પ્રધાનમંત્રી આવાસમાં બાળાઓ માતાજીના કૃતિ સાથે રાસ રજુ કર્યો*

Hello Morbi

*ચોબારીમાં શ્રી ઉદાસી આશ્રમ ખોડિયાર મંદિર વાવાઝોડાની ઝપટમાં ગૌ માતા સેડ ઉડિયા!!*

Hello Morbi

Leave a Comment