• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી રામજીભાઈ માવાણી (માજી સાંસદ) નો આજે ૭૮ મો જન્મદિવસ. શ્રી રામજીભાઈ માવાણીએ કોરોનાને હરાવેલ છે*

માત્ર લાંબુ જીવવુ એ અગત્યનું નથી. સેવાકીય જીવન જીવવુ એ મહત્વનું છે. ઈતની શકિત હમે દેના દાતા, મનકા વિશ્વાસ કમજોર હો ના.

 

શ્રી રામજીભાઈ બી.માવાણીનો જન્મ તા.૧૯/૦૫/૧૯૪૩ નાં ધોરાજી મુકામે શ્રીમાંત (નાના) કિસાન કુટુંબમા થયો છે. તેઓએ પ્રાથમિક શિક્ષણ ધોરાજીમાં લીધેલ છે. ઉપલેટા મ્યુનિ.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમા તેઓએ બી.એ.(અર્થશાસ્ત્ર) ની પદવી મેળવી છે. એલએલ.બી.ની ઉપાધી તેઓએ અમદાવાદની ખ્યાતનામ સર એલ.એ.શાહ લો કોલેજમાં પ્રાપ્ત કરેલ છે. અભ્યાસમાં તેઓ કાયમ પ્રથમ હરોળમા રહયા છે. એલએલ.બી.માં તેઓએ સર એલ.એ.શાહ લો કોલેજમાં ગોલ્ડ મેડલ” મેળવેલ છે.

 

શ્રી રામજીભાઈએ જાતે ખેતી તથા વકીલાત કરી છે.તે ઓ ધોરાજી તાલુકાના ભુતવડ ગામના સરપંચ તરીકે ચુંટાઈને રાજકારણમા પ્રવેશ કરેલ છે. તત્કાલીન વડા પ્રધાન શ્રીમતિ ઈન્દીરાબેન ગાંધી સાથે તેઓનો વ્યકિતગત, કુટુંબીક સબંધ રહયો હતો. તેઓ સંસદ સભ્ય તરીકે લોકસભાની કામગીરીમાં અગ્રહસ્થાને રહયા હતા. સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એકસચેન્જના તેઓ સ્થાપક પ્રમુખ રહયા છે.રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ તેઓએ સફળ કામગીરી બજાવેલ છે.અત્યારે તેઓ અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તથા પ્રવૃતિઓ સાથે જીવંત રીતે સંકળાયેલ છે. હાલમાં તેઓ આંતરરાષ્ટ્રીય બ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓ સાથે સંકડાયેલ છે. કન્ઝયુમર કોર્ડોનેશન કાઉન્સીલ,ન્યુ દિલ્હીના વાઈસ ચે૨મેન છે. શ્રી રામજીભાઈ માવાન્ની ૧૯૭૬ થી આજ પર્યત ગ્રાહક સુરક્ષાની પ્રવૃતિઓ સાથે અવિરત સતત જોડાયેલ રહયા છે.અત્યારે

 

તેઓ નિશુલ્ક,નિસ્વાર્થ,વિનામુલ્યે “જન સેવા એજ પ્રભુ સેવા” ના સુત્રને અપનાવી સાદગી ભર્યું અપેક્ષા રહીત ઐયની જમ

 

જીવન જીવે છે. તેઓની ગ્રાહકોની નોંધનિય સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને બે

 

વખત કેન્દ્ર સરકાર દ્વારા “સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય એવોર્ડ અને બે વખત ગુજરાત સરકારના એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તેઓને

 

તાજેતરમાં નાગપુર ખાતે “ડો. બી.આર આંબેડકર લીગલ સવિર્સ નેશનલ એવોર્ડ” થી નવાજવામાં આવ્યા હતા. તેઓએ પોતાના જીવનમાંથી રાજકારણની કડવાસ દૂર કરી તેમના ટીકાકારો સહીત સૌને “મિચ્છામી દુકકડમ” કરી એકતરફી માંફી આપી દિધેલ છે. તેઓ ગઈ કાલને ભુલી ગયા છે. આવતી કાલની ચિંતા કરતા નથી. માત્ર અને માત્ર આજ અને અત્યારની ઘડીને મોજથી માણે છે. “પુજાકા મેં પુષ્પ છૅ, સેવા હી અધિકાર મેરા’ નો સિધ્ધાંત શ્રી રામજીભાઈએ અપનાવેલ છે.

 

શ્રી રામજીભાઈએ પોતાના જન્મદિવસની ઉજવણી પ્રસંગે રાજકોટના વૃધ્ધાશ્રમો રહેતા વડીલોને અને જાહેર સેવાકીય સંસ્થાઓમાં ભોજન આપી વડીલોના આર્શીવાદ મેળવેલ છે.

 

શ્રી રામજીભાઈ માવાણીનો મો.નં.૯૪૨૬૨ ૦૧૬૧૧/ ૯૩૭૪૨ ૦૮૪૭૪ તથા ઓફીસ નંબર ૨૪૭૧૧૨૨/ ૩૦૪૧૩૨૯, ૩૦૪૭૮૮૮,ફેકસ નં.૨૪૭૧૧૨૨,૧૨ નં.૨૫૭૪૪૦૦ છે.

 

બસ એજ કહી રહી છે ડાળ ઝુકેલી, તું પોતે ઝુકી જાતો, ઝુકી જમાનો

Related posts

નવેમ્બરથી અત્યાર સુધીના 35 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભાડકો, જાણો કેટલા વધારો ઝીંકાયો

Hello Morbi

*મોરબી જીલ્લામાં નકલી બિયારણ વેંચનારા વેપારીઓ ઉપર ધોસ બોલાવવા સી.એમ.ને રજૂઆત કરતા કે ડી બાવરવા*

Hello Morbi

*HELLO MORBI:વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *ફોટો કેપ્શન* *ઉમેદવાર પંકજ રાણસરીયાએ કર્યુ મતદાન* 

Hello Morbi

Leave a Comment