• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભાજપ : બક્ષીપંચ મોરચાના નવા હોદ્દેદારો તથા વાંકાનેર શહેર પ્રમુખની નિમણૂક કરાઈ*

                                  મોરબી : મોરબી જિલ્લા ભાજપમાં બક્ષીપંચ મોરચાના નવા હોદ્દેદારો અને વાંકાનેર શહેર મંડળના પ્રમુખની નિમણૂક અંગે જાહેરાત કરવામાં આવેલ છે.

 

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સાથે પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા આજે તા.10 ના રોજ મોરબી જીલ્લાના બક્ષીપંચ મોરચા અને વાંકાનેર શહેર મંડળના હોદેદારોની નીમણુંક કરવામાં આવેલ છે.

જે મુજબ મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં પ્રમુખ તરીકે અમૃતલાલ કાનજીભાઈ ઠાકરાણી (વાંકાનેર શહેર) તેમજ મહામંત્રી તરીકે અનિલભાઈ મલાભાઈ હડીયલ (મોરબી શહેર) અને બીપીનભાઈ અમરશીભાઈ પ્રજાપતિ (ટંકારા ગ્રામ્ય)ની નિમણૂક કરવામાં આવેલ છે. વધુમાં, વાંકાનેર શહેર મંડળના પ્રમુખ પદે પરેશભાઈ શંભુભાઈ મઢવી (વાંકાનેર શહેર)ને જવાબદારી સોંપવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને મોરબી કલેક્ટરશ્રી દ્વારા ૨૭ જેટલી સીરામીક એસોસીએશન તથા સીરામીક યુનિટો સાથે એમઓયુ કરાયા*

editor

*બાળકોને બાળ વિજ્ઞાનની બનાવતા ચાઈલ્ડ સાઇન્ટીસ્ટ કોર્સ નો લોક વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા શુભારંભ*

Hello Morbi

*મોરબીના ઝીંઝુડા ગામે આવેલ છાર અંકુશ ની સ્પ્રેડીંગ કેનાલ ના કારણે થયેલ નુકસાન ને તાત્કાલિક રીપેર કરી અને ખેડૂતોને વળતર ચુકવવા માંગ*

Hello Morbi

Leave a Comment