• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના નવનિયુક્ત મંત્રીશ્રીઓને મુખ્ય મંત્રી શ્રીવિજયભાઈ રૂપાણીએ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા*

*ગુજરાતના વધુ ત્રણ સાંસદોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળતા સમગ્ર ગુજરાતમાં આનંદ ની લાગણી*

_________

*ગુજરાત પ્રધાનમંત્રીશ્રીનું આભારી છે*:*મુખ્યમંત્રીશ્રી*

 

……………………

*મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્રીય મંત્રીમંડળના થયેલા વિસ્તરણમાં ગુજરાતના રાજ્યસભા, લોકસભા સાંસદોની થયેલી નવનિયુક્તિ માટે હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે*.

*મુખ્યમંત્રીશ્રીએ પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ તેમના મંત્રીમંડળ ના આ વિસ્તરણમાં ગુજરાતના ત્રણ સાંસદો ને મંત્રીપદ આપ્યું છે તે માટે પ્રધાન મંત્રીશ્રી નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે મંત્રી પરિષદમાં ગુજરાત ના ત્રણ ત્રણ સાંસદોને સ્થાન મળતા સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી છવાઈ છે*

 

*મુખ્ય મંત્રીશ્રીએ હાલના કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પદોન્નતિ પામેલા શ્રી મનસુખભાઈ માંડવિયા અને શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને આ નવા પદભારની શુભેચ્છાઓ પાઠવી છે*.

 

*મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય મંત્રીમંડળના થયેલા આ વિસ્તરણમાં ગુજરાતના લોકસભાના ત્રણ સાંસદશ્રીઓ શ્રીમતી દર્શનાબેન જરદોશ (સુરત), શ્રી દેવુસિંહ ચૌહાણ (ખેડા) અને શ્રી ર્ડા.મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર)નો રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવેશ થવા અંગે પણ અભિનંદન પાઠવ્યા છે*

 

મુખ્ય મંત્રીશ્રીએ આ નવનિયુક્ત મંત્રીશ્રીઓ ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં પોતાનું યોગદાન અને રાજ્ય સરકારનું માર્ગદર્શન પણ કરતા રહેશે તેવી અપેક્ષા વ્યકત કરી છે.

…………………………..

Related posts

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ પાલનપુર દ્રારા શરૂ થયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન* 

editor

*HELLO MORBI: સ્વચ્છતા એજ સેવા’અભિયાન અંતર્ગત મોરબીમાં આગામી બે માસ દરમિયાન જનભાગીદારીથી ‘સ્વચ્છતા અભિયાન ચલાવાશે*

editor

*HELLO MORBI: મોરબીમાં દલવાડી સર્કલ-લીલાપર ચોકડી, રવાપર ગામ-રવાપર ચોકડી,ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી*

editor

Leave a Comment