• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજરાતમાં નગરસેવકો સરપંચ સભ્યો ના પગાર કેમ નહીં? ધારાસભ્ય સંસદ સભ્યો મંત્રીઓના પગાર તો નગરસેવકો સરપંચો સભ્યો ની કોઈ વેલ્યુ નહીં!?*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

ગુજરાતમાં હાલ મોટાભાગના રાજકીય નેતાઓની વર્ષ 2022 વિધાનસભા અંતર્ગત ભાજપ-કોંગ્રેસ આપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓના નેતાઓ ના ગુજરાતમાં આટા ફેરા ચુંટણી નજીક આવતાની સાથે જ થતા હોય છે

 

છતાં ગુજરાતની આશરે 33 જિલ્લા પંચાયત 249 તાલુકા પંચાયતો 165 જેટલી નગરપાલિકાઓ 18450 જેટલી ગ્રામ પંચાયતો આશરે આવેલી છે ત્યારે વિધાનસભા સંસદ સભા વખતે મોટાભાગના નેતાઓ ચૂંટાયેલા આ નગર સેવકો સરપંચો સભ્યો દ્વારા સત્તા પ્રાપ્ત કરવાના પ્રયાસ કરતા હોય છે અને ઘણા બધા નેતાઓને ગ્રામ્ય વિસ્તારમાં પણ સારી એવી બહુમતી અપાવવામાં આવેલા નગરસેવકો સરપંચો સભ્યો નો ફાળો હોય છતાં આજના આધુનિક યુગમાં આ ગ્રામ્ય વિસ્તારો ના સરપંચ કે સભ્યો નગરસેવકો અને પગાર મોટાભાગે નથી ચુકવવા માં આવતો તો વિકાસ કોનો? જે તે નગરપાલિકામાં કે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ લક્ષી પ્રજાહિત કાર્યો માં ઘણા બધા ધારાધોરણ નીતિ નિયમોનું પાલન કરીને પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં મોટાભાગના ચૂંટાયેલા નગરસેવકો સરપંચો નિષ્ફળ નીવડયા હોય તેમ મોટાભાગના લોકો અનુભવી રહ્યા છે તો વિકાસ માત્ર કાગળ પર!? ગુજરાતમાં આશરે 33 જિલ્લા પંચાયતો આવેલી છે અને 249 તાલુકા પંચાયત અને 18450 જેટલી ગ્રામ પંચાયતો આશરે આવેલી છે જે દિશામાં ખરા અર્થમાં વિકાસ અને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે સભ્યો નગરસેવકો સરપંચ નો પગાર ધારા શરૂ કરવી જોઇએ જેથી દરેક નગર પાલિકા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા વિકાસ લક્ષી કાર્યમાં નગરસેવક તેના વોર્ડમાં પ્રજાહિત કાર્ય કરી શકે ફ્રીમાં સેવા આ કારમી મોંઘવારીમાં કરવી એ વાત કોઇને ગળે ઊતરે તેમ નથી? ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે પાયાની પ્રાથમિક સુવિધા ની શરૂઆત આયોજનપૂર્વક કરવામાં આવે એમાં ગુજરાત ના 33 જિલ્લા અને 249 તાલુકા સહિત 18450 ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાલક્ષી વિકાસના કાર્યો અંતર્ગત સરકારના પરિપત્ર અને સરકારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ સો ટકા વાપરવા માટે ગુજરાત માં નગરપાલિકા ગામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના ચૂંટાયેલા સરપંચ અને સભ્યોના પગાર શરૂ કરવા જોઈએ જેથી ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત બની શકે તેવું બુદ્ધિજીવીઓ માં ચર્ચા ચર્ચાના ચકડોળે ચડી છે ત્યારે ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓના પગાર તો નગરસેવક સરપંચ સભ્યોના કેમ નહીં? આ અંગે ભાજપ-કોંગ્રેસ આપ સહિત ના રાજકીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ગુજરાતના દરેક શહેર થી લઇ ગામ વિસ્તારમાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ માટે ચિંતા વ્યકત કરી!? ધારાસભ્ય નો પગાર વધારો થાય તો વિરોધીઓ પણ મૌન રહે જ્યારે નગરસેવકો અને સભ્યો સરપંચ નો પગાર શરૂ કરાવવામાં પણ મૌન રહ્યા હોય તેમ મોટાભાગના નગરસેવકો સરપંચો મહેસૂસ કરી રહ્યા છે એક તરફ દેશના વડાપ્રધાન દરેક રાજ્ય શહેર જિલ્લાઓમાં ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે મોટાભાગની ઓનલાઈન સિસ્ટમ શરૂ કરી છે છતા ભ્રષ્ટાચાર નો વાયરસ અટકવાનું નામ જ ન લેતો હોય તેમ મોટાભાગે ગુજરાતમાં રાજ્ય સરકારની કચેરીની કેન્દ્ર સરકારી કચેરીમાં સિસ્ટમ સ્વરૂપ ધારણ કરી બેઠો હોય તેમ મોટાભાગના મતદાર પ્રજાજનો અને ચૂંટાયેલા સરપંચ સભ્યો મહેસૂસ કરી રહ્યા છે!!!? ધારાસભ્યો સંસદસભ્યો અને મંત્રીઓના પગાર થતા હોય અને સરપંચ સભ્યો નગરસેવકો ની કોઈ વેલ્યુ નહી!?

Related posts

*ટંકારા તાલુકાના ટોળ ગમે વિકાસને વેગ આપતા સરપંચ અ.રહીમ ભાઈ ગઢવાળા*

Hello Morbi

*ડીસા જલારામ મંદિરે મહાઆરતીમાં જોડાયા વિવિધ સેવાકીય સંસ્થાઓના આગેવાનો*

Hello Morbi

*HELLO MORBI:પોઝિટિવ મોરબીના ફાઉન્ડર વિષ્ણુકુમાર વિડજાનો આજે જન્મદિવસ*

editor

Leave a Comment