• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી લોહાણા મહાજન-મોરબી ના ઉપક્રમે નિર્માણાધિન શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા શ્રી જીતુભાઈ સોમાણી ની અધ્યક્ષતા મા સમસ્ત લોહાણા સમાજ ની બેઠક યોજાઈ*

*રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામ ના નિર્માણ મા તન-મન-ધન થી સહયોગ આપવા મોરબી લોહાણા સમાજ ના આગેવાનો કટીબધ્ધ*

 

સમસ્ત લોહાણા સમાજ ની એકતા ના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામ ના નિર્માણ નુ કાર્ય પુરજોશ મા શરૂ થઈ ચુક્યુ છે ત્યારે શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા એવા રઘુવંશી સમાજ ના અગ્રણી મા.શ્રી જીતુભાઈ સોમાણી ની અધ્યક્ષતા મા મોરબી લોહાણા મહાજન દ્વારા સમસ્ત લોહાણા સમાજ ની મીટીંગ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જેમા બહોળી સંખ્યા મા રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત દરેક મહાનુભવો એ વિશાળ ફલક પર નિર્માણાધિન પવિત્ર શ્રી રામધામ ના નિર્માણ કાર્ય મા તન-મન-ધન થી સહયોગ આપવા કટીબધ્ધતા દર્શાવી હતી.

આગામી ફેબ્રુઆરી માસ મા તા.૧૦-૧૧-૧૨ દરમિયાન વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી નજીક જાલીડા મુકામે નિર્માણાધિન શ્રી રામ ધામ ખાતે સદ્ગુરુ દેવ શ્રી પરમ પૂજ્ય હરીચરણદાસજી મહારાજ ના આશિર્વાદ થી તેમના સાનિધ્ય મા શ્રી રામ મહાયજ્ઞ નુ આયોજન કરવા મા આવેલ છે જેમા દરેક રઘુવંશી ભાઈઓ-બહેનો ને પધારવા શ્રી રામધામ કમિટી દ્વારા આમંત્રણ પાઠવવા મા આવ્યુ છે.

આ તકે વાકાંનેર લોહાણા સમાજ ના અગ્રણી શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા શ્રી જીતુભાઈ સોમાણી, વિનુભાઈ કટારીયા, ગીરીશભાઈ કાનાબાર, મહેશભાઈ રાજવીર, બટુકભાઈ બુધ્ધદેવ, રાજકોટ લોહાણા સમાજ અગ્રણી શ્રી પ્રતાપભાઈ કોટક, અશોકભાઈ મીરાણી, ભીખાભાઈ પાવ ઉપરાંત મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, નવિનભાઈ રાચ્છ, નરેન્દ્રભાઈ રાચ્છ, મહેશભાઈ રાજા, જીતુભાઈ રાજવીર, મુકુંદભાઈ મીરાણી, જગદીશભાઈ કોટક, મોરબી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અધ્યક્ષ હસુભાઈ પુજારા, જીતુભાઈ પુજારા, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, દેવેન્દ્રભાઈ હીરાણી,રઘુવંશી સમાજ મોરબી ના અગ્રણી શ્રી અશ્વિનભાઈ કોટક, જગદીશભાઈ સેતા,શ્રી જલારામ સેવા મંડળ- મોરબી ના અગ્રણી શ્રી પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, અનિલ ભાઈ ગોવાણી, જીતુભાઈ કોટક, ભાવીનભાઈ ઘેલાણી, અમિતભાઈ પોપટ, શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી ના પ્રમુખ શ્રી સુનિલભાઈ ચંદારાણા, ડેનિશભાઈ કાનાબાર, રોનકભાઈ કારીયા, યોગેશભાઈ માણેક, સમસ્ત પોપટ પરિવાર મોરબી ના અગ્રણી શ્રી પ્રફુલ્લભાઈ પોપટ, સી.પી. પોપટ, શૈલેષ ભાઈ પોપટ, રાજકીય અગ્રણી હર્ષદભાઈ હીરાણી, અજયભાઈ કોટક, દીનેશભાઈ ભોજાણી, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ ના અગ્રણીઓ સહીત બહોળી સંખ્યા મા રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

લી.

નિર્મિત કક્કડ

કન્વીનર

શ્રી લોહાણા મહાજન

મોરબી.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI:રાજકોટ હાઇવે ઉપર જોખમી સ્ટંટ કરનાર ઇસમને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસામાં શુભ લગ્ન પહેલાં પૂજ્ય જલારામ બાપાનાં થયાં રંગેચંગે ભજન*

editor

Leave a Comment