• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના પ્રધાનમંત્રી આવાસમાં બાળાઓ માતાજીના કૃતિ સાથે રાસ રજુ કર્યો*

નવરાત્રી મહોત્સવમાં માતાજીની કૃતિઓ સાથે ભીંજાય ઘરછોડું ભીંજાય ચૂંદડી નું રાસ, આઘોર નાગરા સહિતના રાસો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા

 

મોરબી : મોરબીમાં માં આદ્યશક્તિની ઉપાસનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવમાં ઠેરઠેર પ્રાચીન ગરબીઓ અને રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નવરાત્રી પર્વ માં પ્રાચીન ગરબીઓમાં વિવિધ પ્રોગ્રામો રજુ કરવામાં આવ્યા હતા. ત્યારે શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે આયોજીત રાસોત્સવમાં બાળાઓએ અલગ અલગ કૃતિઓ રાજુ કરી હતી.જેમાં માં મેલડી, મોગલ, આવડ, ખોડિયાર,ની કૃતિઓ રજુ કરી હતી.આ ગરબીમાં કોમી એકતા સાથે યોજાઈ છે.

મોરબી પંથકમાં શેરીએ-શેરીએ કે પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબાની રમઝટ જામી હતી. નાની બાળાથી લઈને મોટી બાળાઓ પણ રાસ ગરબે ઝૂમીને માતાજીની ભક્તિમાં તલ્લીન બની હતી. ત્યારે શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નવરાત્રી પર્વમાં બાળાઓએ વિવિધ માતાજીની કૃતિઓ રજુ કરી હતી.જેમાં માં મોગલ, માં મેલડી,માં ખોડીયાર,માં આવડની કૃતિ સાથે ભીંજાય ઘરછોડું ભીંજાય ચૂંદડી નું રાસ, આઘોર

નગારા સહિતના રાસો રજૂ કરી ઉપસ્થિત સર્વ ને મંત્રમુગ્ધ કરી દીઘા હતા.સાથે સાથે કોમી એકતા ના પણ દર્શય સર્જાય હતા.

Related posts

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાંથી મોટરસાઈકલની ચોરી કરનાર ઈસમને મો.સા. તથા રીક્ષા સાથે પકડી પાડી બે ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી હળવદ પોલીસ*

editor

*જોડીયા હુન્નર શાળા પ્રજાસત્તાક પર્વ 2021 ની ગરિમાપૂર્ણ શાનદાર દબાવા પૂર્વક ની ઉજવણી સપન*

Hello Morbi

*HELLO MORBI:બનાસકાંઠા જિલ્લા ભાજપના બુથ મેનેજમેન્ટ સંયોજક તરીકે કાંકરેજના ભાજપ અગ્રણી નિરંજનભાઈ અચરતલાલ ઠકકરની કરવામાં આવી વરણી*

editor

Leave a Comment