• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉમાં વિધાસંકુલ જાંબુડા પાટિયા પાસે ગુડબાય નવરાત્રિ ૨૦૨૨ ની ઉજવણી કરવામાં આવી*

રિપોર્ટર ::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ ::હડિયાણા………….તા.08.10.2022 ના શનિવારે રાત્રે શ્રી ઉમા વિધા સંકુલ અને ક્રિષ્ના કોલેજ જામનગર. રાજકોટ હાઈવે રોડ જાંબુડા પાટિયા પાસે આવેલ સંકુલ ના વિશાળ મેદાનમાં ગુડ બાઈ નવરાત્રી મહોત્સવ 2022ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી……………………

આ ઉમિયા પરિવાર સમિતિ ઉમા વિધા સંકુલ અને ક્રિષ્ના કોલેજ દ્વારા સંયુક્ત નવરાત્રી મહોત્સવ માં ટ્રસ્ટીઓ જેરામભાઈ વાસજાળીયા. રમેશભાઈ રાણીપા. અને ઉમા વિધા સંકુલ ના કેમ્પસ ડાયરેક્ટર ગિરધરબાપા પનારા ના વરદ હસ્તે દીપપ્રાગટય કરી ને નવરાત્રી મહોત્સવ નું શુભારંભ કરવામાં આવ્યો હતો.. અને ગુજરાત રાજ્યના સરકારના કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા હતા.આ સમગ્ર મહોત્સવ માં જાંબુડા ગામ ની આસપાસ ના ગામોમાંથી 21 જેટલી ગરબા મંડળ ને રમવા માટે નું આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને ક્રિષ્ના કોલેજ ના વિદ્યાર્થીઓએ પણ ભરવાડ ના ડ્રેશ માં ગરબે રમીયા હતા.. તમામ ગરબા મંડળે ગરબા રમવા માં ભાગ લીધો હતો. અને તેમાં થી સારૂ પર્ફોર્મન્સ કર્યું હોય તેની માટે સંસ્થા દ્વારા ત્રણ મહિલાઓ જજ તરીકે ની સંપૂર્ણ જવાબ દારી આપવામાં આવી હતી. અને સંપૂર્ણ કાર્યક્રમ ના અંતે તમામ ગરબા મંડળ ની બાળાઓ ને ટ્રસ્ટ દ્વારા લ્હાણી આપવામાં આવી હતી. અને ત્રણ ગરબા મંડળ કે જેમાં 1.2.3. નંબર મેળવેલી ગરબા મંડળ નું ટ્રસ્ટીઓ દ્વારા ભવ્ય સન્માનિત અને દરેક બાળાઓને લ્હાણીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં (૧).શ્રી ઉમિયાજી ગરબા મંડળ.(શ્રી મધરલેન્ડ સ્કૂલ.બાદનપર..(૨).શ્રી ભવાની ગરબા મંડળ.મોટી બાંણુગાર..(૩).શ્રી ખભલાવ ગરબા મંડળ.હડિયાણા..આ કાર્યક્રમ માં ઉમા વિધા સંકુલ ના આચાર્ય અને તમામ સિક્ષકગણ અને ક્રિષ્ના કોલેજ ના પ્રિન્સિપાલ અને તમામ શિક્ષકમિત્રો એ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.. આસપાસ ના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા…………………………

 

Related posts

*HELLO MORBI:પ્રખર દેશ ભકત તેમજ આર્ય સમાજનાં પ્રચારક સુશ્રી અંજલીબેન આર્ય બન્યાં ડીસાનાં મહેમાન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ એસ.તંત્ર મહત્ત્વ ના નવા રુટો ક્યારે શરૂ કરશે???જોડીયા વિસ્તારની પ્રજાનો વેધક સવાલ*

editor

*HELLO MORBI: મોરબીના મતદાન મથકો પર હથિયારધારી પોલીસ જવાનો સાથે બુથ પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના*

Hello Morbi

Leave a Comment