• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી:મોરબી માળિયા હાઇવે પર વધુ એક ગેસ ચોરીના કૌભાંડ નો પર્દાફાશ કરતી મોરબી તાલુકા પોલીસ ની ટીમ*

મોરબી:મોરબી તા ૧૪ મોરબી તાલુકા પોલીસ ની ટીમ પહોંચતાની સાથે જ ગેસ ચોરીના કૌભાંડકારો ગેસનું ટેન્કર સહિતના વાહનો અને ગેસ કટીંગના સાધનો મૂકીને ફરાર થઇ ગયા, કુલ રૂ.૨૯,૯૮,૪૭૪ નો મુદ્દામાલ કબ્જે

 

મોરબી તાલુકા પોલીસે આજે બાતમીના આધારે મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે, સર્વિસ રોડની બાજુમાં આવેલ ખેતરમાં ગેસના ટેન્કરમાંથી ગેરકાયદ ગેસ ચોરી કૌભાંડનો પર્દાફાસ કર્યો હતો. તાલુકા પોલીસ ત્રાટકતાની સાથે ગેસ ચોરીના કૌભાંડકારો ગેસનું ટેન્કર સહિતના વાહનો અને ગેસ કટીંગના સાધનો મૂકીને ફરાર થઇ ગયા હતા. આથી તાલુકા પોલીસે કુલ રૂ.૨૯,૯૮,૪૭૪ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

મોરબી તાલુકા પોલીસ ઇન્સપેકટર કે.એ.વાળાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ વી.જી.જેઠવા સહિતનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીગ કરી રહ્યો હતો. ત્યારે પીએસઆઇ વી.જી.જેઠવાને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે, સર્વિસ રોડની બાજુમાં દેવરાજભાઇ સુખાભાઇ બરારીયાના ખેતરમાં ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ કાઢવાની પ્રક્રિયા કરી ગેસનુ કટીંગ કરતા હોવાની હકીકત મળતા તાલુકા પોલીસ સ્ટાફ આ સ્થળે ત્રાટક્યો હતો.

 

પોલીસે રેઇડ કરતા ટેન્કર ચાલક તથા અન્ય શખ્સો રાત્રીના અંધારાનો તથા ખુલ્લા ખેતરનો લાભ લઇ વાહનો મુકી નાસી જતા ટેકર નં. GJ-12-2 9815 માંથી રબ્બરની બંને બાજ વાલ્વ વાળી પાઇપ મારફતે ગેસના સિલીન્ડરો ભરતા રેઇડ દરમ્યાન કુલ રૂ.૨૯,૯૮,૪૭૪ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. નાસી જનાર આરોપી ટેન્કર નં. GJ-12-9815 નો ચાણક, મારૂતિ ઓમની કાર નં. GJ-03-8470નો ચાલક, ટાટા એન્ટ્રી કાર નં. GJ-3-BW-7306 નો ચાલક, સ્પ્લેન્ડર મોટર સાયકલનં. GJ-03-5-8611 નો ચાલક સામે ગુન્હો નોંધી આ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Related posts

*અંબુજા સિમેન્ટ ફાઉંડેશન દ્વારા પોષણ માસની ઉજવણી કરવામા આવી.*

Hello Morbi

*જામનગરના સચાણા ની કુમાર શાળા અને કન્યા શાળા ખાતે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી મહેન્દ્રપરા મેઈનરોડ ભવ્ય થી દીવ્ય ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન*

editor

Leave a Comment