• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત! લાભપાંચમથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ*

ગાંધીનગર તા ૨૮ સમગ્ર ગુજરાત રાજ્યભરમાં ૨૯ ઓક્ટોબર એટલે કે, લાભપાંચમથી ૯૦ દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ-PSS હેઠળ ખરીદીનો પ્રારંભ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. આની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે.

 

કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ ૨૦૨૨-૨૩ માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ.૫,૮૫૦, મગનો રૂ.૭,૭૫૫, અડદનો રૂ.૬,૬૦૦ અને સોયાબિનનો રૂ.૪,૩૦૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ખરીફ ૨૦૨૨-૨૩માં ગુજરાતમાં મગફળીના 9,79,000 મે.ટન, મગના 9,588 મે.ટન, અડદના 23,872 મે.ટન અને સોયાબિનના 81,820 મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્ર સરકાર દ્વારા સમયસર મંજૂરી આપવામાં આવી છે.

આ અંતર્ગત ખરીફ 2022-23માં મગફળીની ટેકાના ભાવે ખરીદીની રૂ.5729 કરોડ, મગ પાકની રૂ.76 કરોડ, અડદ પાકની રૂ.158 કરોડ અને સોયાબીન પાકની રૂ.352 કરોડ મૂલ્ય મળી અંદાજિત કુલ રૂ.6315 કરોડની ખેડૂતો પાસેથી સીધી ટેકાના ભાવે ખરીદી માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યં છે. જેનો રાજ્યના અંદાજિત 3.50 લાખ ખેડૂતોને લાભ મળશે.

 

મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકનું ટેકાના ભાવે રાજ્યમાં વિવિધ 160 ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરવાનું સઘન આયોજન કરાયું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવી છે. નોંધણી થયેલ ખેડૂતોને ક્રમાનુસાર SMS દ્વારા અથવા ટેલીફોનીક જાણ કરવામાં આવશે. જાણ કરાયેલા ખેડૂતોએ નિયત ખરીદ કેન્દ્ર ખાતે પોતાની જણસના ટેકાના ભાવે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે. વેચાણ કરેલ જણસનું ખેડૂતોને ચૂકવણું સીધુ તેમના ખાતામાં જમા કરવામાં આવશે.

Related posts

*કોડીનાર તાલુકાના પ્રેસ રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત ના લાડકવાયા દીકરા સુકરાન ભાઈ નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: હળવદ રોડના ઉધોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે રુબરુ સ્થળ મુલાકાતે આવેલ ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા*

editor

*મોરબી જિલ્લા ના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી* *નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

Leave a Comment