• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કિશાન દિન નિમિત્તે મોરબીમાં બાગાયતીયોજનાઓની ખેડૂત શિબિર યોજાઈ*

*શિબિરમાં ખેડુતોને વિવિધ બાગાયતલક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી-પાક વ્યવસ્થાપન વગેરે અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું*

તારીખ ૨૩-૧૨-૨૦૨૨ ના કિશાન દિન નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાગાયતી યોજનાઓ ના પ્રચાર- પ્રસાર અર્થે રાજ્યભરમાં બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિર સાથે તા. ૨૩-૧૨- ૨૦૨૨ ના મોરબી જિલ્લાના ૨ તાલુકા દીઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, ખેતીવાડી ખાતાના અધિકારીશ્રીઓ, આત્માના કર્મચારીઓ અને મુખ્યત્વે બાગાયતખાતાના અધિકારીશ્રીઓ દ્રારા વિવિધ બાગાયતલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
ઉપરાંત બાગાયત ખાતાની નવી બાબત જેવી કે, મિશન મધમાખી, કોમ્પ્રીહેન્સીવ હોર્ટી કલ્ચર ડેવલપમેન્ટ યોજના તેમજ કમલમ ફળના નવા વાવેતર માટે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં હતી તેમજ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો વધુમાં વધુ કઇ રીતે લઈ શકે તે વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આત્મા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યકમમાં ખેડૂતોએ ઉત્સાહથી ભાગ લીધો હતો તેવું નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

*પડધરી ખાતે ગીતા નગર વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: શિક્ષક તરીકેની ફરજ બજાવીને વિદ્યાર્થીઓને શબ્દનું જ્ઞાન આપનાર મહિલા ધર્મિષ્ઠાબેન પટેલ બન્યા પોલીસ સબ ઇન્સ્પેક્ટર હવે ગુનેગારો ને કાયદા તોડને કાયદાના પાઠ કરાવે છે*

editor

*HELLO MORBI: ઝોન કક્ષાની (પ્રદેશ) સાહસ શિબિર-૨૦૨૩-૨૪ માટે ૧૫ ઓક્ટોમ્બર સુધી ફોર્મ ભરી શકાશે*

editor

Leave a Comment