
મોરબી4 સરદારરોડ ઉપર જાહેરમાં છરીના ઘા મારી ખુનના ગુનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓને
ગણતરીના કલાકોમાં હસ્તગત કરતી ક્રાઇમ બ્રાંચ મોરબી,
તા.૨૭/૦૪/૨૦૨૩
ગઇ તા.૨૫/૦૪/૨૦૨૩ ના રોજ રાતના કલાક ૨૩/૧૫ વાગ્યાની આસપાસ મોરબી જુના બસસ્ટેન્ડ પાસે સરદારરોડ, ખોડીયાર પાનની સામે, સહકારી મંડળી વાળી શેરીમાં ફરીયાદીના દિકરા હિરેનભાઇ જગદિશભાઇ ભટ્ટ તથા તેનો મિત્ર ખોડીયાર પાન પાસે બેઠા હતા ત્યારે રણજીતસિંહ વાઘેલા તથા મહિપતસિંહ વાઘેલાને મરણજનારના પ્રેમ સબંધે અગાઉથી માથાકૂટ ચાલતી હોય જેથી આરોપી મહિપતસિંહ વાઘેલા તથા રણજીતસિંહ વાઘેલા તથા એક અજાણ્યો માણસ એમ ત્રણેયએ મળી આ બાબતે કાવત્રરૂ કરી સહકારી મંડળી વાળી શેરીમાં આ ત્રણેયએ હિરેનભાઇને લઇ જઇ પકડી રાખી છરીના મરણ જનારને છાતી તથા પડખાના ભાગે ધા મારી મારીનાખી ખૂન કરી નાસીભાગી ગયેલ જે બાબતે મરણજનારના માતા ચંદ્રીકાબેન વા/ઓ. જગદિશભાઇ કાંતિલાલ ભટ્ટ રહે. દરબારગઢ, જાનીશેરી, મોરબી, વાળાએ તા.૨૬/૦૪/૨૦૨૩ નારોજ મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૯૦૦૩૨૩૦૬૯૬/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૦૨,૧૨૦બી,૧૧૪ મુજબનો ગુનો રજી. કરાવતા આગળની તપાસ મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી એચ.એ. જાડેજાના ઓએ સંભાળેલ છે.
આ કામે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા બાબતે શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ સુચના મોરબી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠીનાઓને સુચના આપતા તેઓશ્રીની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર શ્રી, ડી.એમ.ઢોલ, શ્રી, એમ.પી.પંડયા એસ.ઓ.જી. મોરબી, શ્રી એચ.એ.જાડેજા, મોરબી સિટી એ. ડિવી. તથા પો.સબ.ઇન્સ.શ્રી, કે.જે.ચૌહાણ, શ્રી,એન.એચ.ચુડાસમા,શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. /પેરોલ ફર્લો સ્કવોડ / ટેકનીકલ સ્ટાફ તથા એસ.ઓ.જી. . મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં બનાવમાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક હસ્તગત કરવા સારૂ પ્રયત્નો હાથ ધરેલ.
દરમ્યાન મોરબી એલ.સી.બી.ના સ્ટાફના માણસોને હ્યુમન સોર્સીસ તથા ટેકનીક માધ્યમ મારફતે મળેલ હકિકત આધારે ગુનાને અંજામ આપનાર તમામ આરોપીઓને મોરબી એલ.સી.બી. દ્વારા ગણતરીના કલાકોમાં હસ્તગત કરી મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. ખાતે સોપતા તેઓને અટક કરવાની આગળની કાર્યવાહી મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.દ્વારા હાથ ધરેલ છે.
આમ જાહેરમાં છરીના ધા મારી ખુનનો ગુનો આચરનાર આરોપીઓને ગણતરીના કલાકમાં હસ્તગત કરવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળેલ છે.
હસ્તગગત કરેલ આરોપીના નામ સરનામા :-
(૧) રણજીતસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા ઉ.વ.૪૦
(૨) મહિપતસિંહ બનેસિંહ વાઘેલા ઉ.વ.રર
(3) જીગરસિંહ ઉર્ફે જીગો બનેસિંહ વાઘેલા ઉ.વ.૨૦ રહે. ત્રણેય હાલ મોરબી યદુનંદનપાર્ક, મુળ વસઇ ગામ,તા.ચાણસ્મા, જિ. પાટણ
કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ :- –
શ્રી, ડી.એમ.ઢોલ, PI LCB એમ.પી.પંડયા, PI SOG, એચ.એ.જાડેજા, MORBI CITY A DIVI.,તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ. ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા. PSI શ્રી કે.એચ.ભોચીયા MORBI CITY A DIVI. તથા એલ.સી.બી./ એસ.ઓ.જી./પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.
