• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની કોઠાસુઝને સન્માનિત કરતી યોજના : ‘સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર*

કૃષિ ક્ષેત્રમાં અનેક ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો પોતાની આગવી કોઠાસુઝ અને સાહસવૃત્તિથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં અને ઉત્પાદનમાં વધારો કરવામાં તેમજ નવીન તક્નીકો રજૂ કરવા માટે કાર્ય કરે છે. આવા પ્રગતીશીલ ખેડૂતોની આ કૃષિ ઉત્પાદનલક્ષી શોધખોળને પ્રોત્સાહન મળે અને તેમાં વધુ વેગ આવે તે માટે તેમના યોગદાનની કદરરૂપે કૃષિના વિકાસમાં તેમના ફાળાને બિરદાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર’ યોજના અમલમાં મુક્વામાં આવી છે.
પુરસ્કાર મેળવવા ઇચ્છતા ખેડૂત ભાઇ-બહેનોએ નિયત કરેલ ઉમેદવારી પત્રકમાં અરજી કરી ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૩ પહેલા મોકલી આપવાની રહેશે. આ માટેનું ફોર્મ https://dag.gujarat.gov.in/sardar-patel-agriculrure-research- awardguj.htm વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેવું મોરબી જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વી. કે. ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

 

Related posts

*HELLO MORBI NEWS: મોરબીમાં આવતીકાલે તા.૨૮ ફેબ્રુઆરીના જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ યોજાશે*

editor

*મોરબી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા પોલીસ જવાનોને પ્રમોશન મળવા બદલ સન્માનિત કરાયા*

Hello Morbi

*ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને એ આઈ એમ આઈ એમ ના જૂનાગઢ જિલ્લા પ્રમુખે કરી રાવ!*

Hello Morbi

Leave a Comment