• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા નગરનાકા સામે રાજકોટ મોરબી રોડ ઉપરથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ*

ટંકારા નગરનાકા સામે રાજકોટ મોરબી રોડ ઉપરથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૧૮/૦૬/૨૦૨૩
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ ગે.કા. નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓને સુચના કરેલ હોય જે અંગે એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે અન્વયે પો.હેડ.કોન્સ. જુવાનસિંહ ભરતસિંહ નાઓને બાતમી મળેલ કે, જીતેન્દ્રભાઇ રામજીભાઇ પ્રજાપતિ રહે.હાલ લક્ષ્મીનારાણય એપાર્ટમેન્ટ મોરબી-૨ વાળા પોતાના કબજામાં ગે.કા.રીતે માદક પદાર્થ પાવડર લઇ સી.એન.જી. ઓટો રીક્ષા નં-GJ-1-TB-3442 વાળીમાં બેસી રાજકોટ તરફથી મોરબી તરફ જવા નિકળનાર છે, જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ વોચ તપાસમાં રહેતા નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમ નીચે જણાવેલ મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૧(બી) મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમને ધોરણસર અટક કરી ટંકરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ, સરનામુ :-
જીતેન્દ્રભાઇ રામજીભાઇ પ્રજાપતિ જાતે કુભાર રહે.હાલ લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ પાંચમો માળ રૂમ નં-૫૦૪ એસ.આર.પેટ્રોલપંપ સામે ત્રાજપર ચોકડી મોરબી-૨ મુળ રહે.વિવેકાનંદનગર હાથીજણ સેક્ટર -૪, કે-૫૪ અમદાવાદ >
પકડવા પર બાકી આરોપીનુ નામ, સરનામુ :-
રવિન્દ્ર ઉર્ફે આશીષભાઇ જીતેન્દ્રભાઇ રાવલ રહે. રાજકોટ > પકડાયેલ મુદ્દામાલ :-
(૧) નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૧૦.૨૦ ગ્રામ કિ.રૂ. ૧,૦૨,૦૦૦/-
(૨) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/-
(૩) રોકડા રૂપીયા ૧૮૧૦/- મળી કુલ રૂ.૧,૧૩,૮૧૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. એમ.એસ.અંસારી તથા કે.આર.કેસરીયા, તેમજ એ.એસ.આઇ. રણજીતભાઇ બાવડા તથા રસીકભાઇ કડીવાર તથા સબળસિંહ સોલંકી તથા ફારૂકભાઇ પટેલ તથા કિશોરદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ. જુવાનસિંહ રાણા તથા મહાવિરસિંહ પરમાર તથા મુકેશભાઇ જોગરાજીયા તથા શેખાભાઇ મોરી તથા સતિષભાઇ ગરચર તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ ચાણકીયા તથા માણસુરભાઇ ડાંગર તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ વીરાભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પરિવાર ના મોભી ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો કાનાણી પરિવાર*

Hello Morbi

*હડીયાણા ખાતે આઇ સોનલ માતાજી ના જન્મ દિવસ ની ઉજવણી કરાઇ*

Hello Morbi

*એસટી વિભાગ દ્વારા જામનગર ડેપો ખાતે નિમણૂક પામેલ અધિકારીઓનું એસટી મજદૂર સંઘ દ્વારા સન્માન કરાયું*

editor

Leave a Comment