• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારની સગીર વયની દિકરી ના અપહરણ કેસમા આરોપી તથા સગીરવયની દિકરીને શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારની સગીર વયની દિકરી ના અપહરણ કેસમા આરોપી તથા સગીરવયની દિકરીને શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન તેમજ પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજા ની સુચના મુજબ મોરબી સીટી એ ડીવીજન પો.સ્ટે વિસ્તારમા સીટી-૨ મોબાઈલ નાઈટ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન નવા બસ સ્ટેન્ડ પાસે એક સગીર વયની દિકરી તથા એક પુરૂષ શંકાસ્પદ હાલતમા ઉભા હોય જેથી તેઓની સીટી-૨ મોબાઈલના ઈન્ચાર્જ એ પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહી આપતા મોરબી સીટી એ ડીવીજન પો.સ્ટે લાવીને વધુ પુછપરછ કરતા પોતે સુરત શહેર થી ભાગીને અહી મોરબી આવેલ હોવાનુ જણાવતા સગીર વયની દિકરી ના પિતાએ સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૬૩૬/૨૦૨૩ આઈ.પી.સી.કલમ-૩૬૩ મુજબ અપહરણ નો ગુન્હો રજી કરાવેલ હોય જે ગુન્હાના કામેની ભોગ બનનાર સગીર વયની દિકરી તથા નીચે જણાવેલ આરોપી હોય જેથી તેઓને સુરત શહેર ઈચ્છાપોર પોલીસ સ્ટેશન ના ગુન્હાના કામે સોપી આપેલ છે.
આરોપી –
(૧) સાકેત સ/ઓ ઈમ્તીયાજખાન શેખ ઉ.વ.૨૦ રહે મોરા ગામ મોરા ટેકરા હજીરા રોડ સુરત મુળ રહે ઘબોઈ તા.ગતાઈ જી.ભીંડ (મધ્ય પ્રદેસ)
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પો.હેડ.કોન્સ રામદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ શક્તિસિંહ પરમાર તથા મહીલા પો.કોન્સ પુનમબેન ચૌધરી નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. નો અનડીટેક્ટ મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા કરતા જનરલ ઓબ્ઝર્વરશ્રી ભવાનીસિંહ દેથા તેમજ ખર્ચ નિરીક્ષકશ્રી માધવચંદ્ર મિશ્રા*

editor

*રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે*

Hello Morbi

Leave a Comment