• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જલારામ મંદિર થરા ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં ઉમટયું માનવમહેરામણ..ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય કરાઈ ઉજવણી*

જલારામ મંદિર થરા ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં ઉમટયું માનવ મહેરામણ..ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય કરાઈ ઉજવણી
ઉતર ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શ્રી જલારામ મંદિર થરા ખાતે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતાં સૌ માટે ફરાળી ભોજન પ્રસાદની ઉતમ વ્યવસ્થા કરવામાં આવી હતી .દાંડિયારાસ,મટકી ફોડ,શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ તેમજ મહા આરતીનું સુદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફરાળી ભોજન પ્રસાદના લાભાર્થી દલસુખરામ વેકુઠરામ કાનાબાર રૂવેલવાળા હસ્તે હરેશભાઈ મુંબઈ,પ્રસાદીના લાભાર્થી શ્રી અનિલભાઈ રાધિકા જવેલર્સ ગાંધીધામ,ફૂલહારના લાભાર્થી મોદી ભોગીલાલ શિવરામ ભાઈ હ.ચંદ્રેશ ભાઈ મોદી, શણગારના લાભાર્થી સુથાર ઈશ્વર ભાઈ વીરજી ભાઈ તેરવાડા તેમજસુથાર રામાંબેન રામચંદભાઈ હ.લીલાભાઇ સુથાર, ભગવાનના વાઘાના લાભાર્થી પટેલ વિઠલ ભાઈ માધવલાલ હ.રાજુભાઈ પટેલ વિગેરેએ લાભ લીધો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભકતજનોએ ઉપસ્થિતિ રહી સુંદર વ્યવસ્થા બદલ રાજીપો વ્યક્ત કરી સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો.

Related posts

*જોડીયા જમીન વિકાસ બેંક પર કોંગ્રસ પેરિત પેનલ નો વિજય*

Hello Morbi

*HELLO MORBI:વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી ના ભાગરૂપે આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત મોરબી અને તાલુકા હેલ્થ ઓફિસ ટંકારા ના સયુંકત ઉપક્રમે આઈ.ટી.આઈ. ટંકારા ખાતે વ્યસનની જાગૃતિ અર્થે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયુ*

editor

*HELLO MORBI NEWS:ખાખરાળાં પ્રાથમિક તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન*

editor

Leave a Comment